જો તમે આ ડાયેટ ચાર્ટ અપનાવશો તો અઠવાડિયામાં ઘટવા માંડશે વજન

શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (17:23 IST)

Widgets Magazine

જાડાપણુ દરેક બીમારીનુ કારણ માનવામાં આવે છે. તેનાથી બચવા માટે લોકો ડાયેટિંગની મદદ લે છે.  કેટલાક લોકો ડાયેટિંગના નામ પર ખૂબ ઓછુ ખાય છે. જેનાથી વજન ઓછુ થવાનુ તો દૂર પણ શરીરમાં કમજોરી આવી જાય છે. ડાયેટિંગ કરવા માંગો છો તો એક દમ ખાવાનુ છોડવાને બદલે અપનાવો.  ધીરે ધીરે તેમા લો કૈલોરીઝ ફૂડ સામેલ કરો.  એક્સસાઈઝની સાથે સાથે સારુ ડાયેટ હોવુ પણ જરૂરી છે.  તો આ રીતે બનાવો તમારો ફૂડ ચાર્ટ 
 
સવારના સમય - સવારે ઉઠતા જ ખાલી પેટ રહેવાથી ગેસની તકલીફ થઈ શકે છે.  વધુ સમય સુધી ભૂખ્યા રહેવુ અને પછી એકદમ પેટ ભરીને ખાવાથી વજન વધવા માંડે છે.  થોડો થોડો સમય પછી કંઈકને કંઈક ખાતા રહો. 1-2 અંજીર ખાવ સાથે જ એક કપ ખાંડવાળી ચા પીવો અને રોજ 30 મિનિટ ફરવા જાવ. 
 
નાસ્તો - નાસ્તો કરવો ખૂબ જરૂરી છે.  સવારના સમયે કશુ નહી ખાવ તો આખો દિવસ સુસ્તી કાયમ રહેશે.  નાસ્તો હંમેશા 8-9 વાગ્યા દરમિયાન કરી લેવો જોઈએ. તેમા તમે 1 કપ ટોંડ દૂધમાં 1 ચમચી ખાંડ અન 2 ટેબલસ્પૂન ઑટ્સ નાખીને ખાવ. બ્રેકફાસ્ટના 2 કલાક પછી 1 કપ ગ્રીન ટી અને 1 ફળનુ સેવન કરી શકો છો. 
 
બપોરનુ જમવાનુ - બપોરે 1 વાડકી શાક,  વાડકી દહી, 1 રોટલી અને સલાદ ખાવ. ખાવામાં દેશી ઘીનુ સેવન ઓછુ કરો. 
 
સાંજની ચા - સાંજે ભૂખ લાગે તો 1 કપ ચા સાથે 1 મુઠ્ઠી મગફળીનુ સેવન કરો. 
 
સાંજના સ્નેક્સ - સાંજે હલકો ફુલકુ જ ખાવુ જોઈએ. આ સમય માખણ વગરનુ વેજીટેબલ સૂપ પી શકો છો. ત્યારબાદ એક્સરસાઈઝ કે પછી વોક પર જાવ. 
 
રાતનુ ડિનર - રાત્રે એક રોટલી, અડધી વાડકી દાળ, અડધી વાડકી શાક ખાવ.  આ સાથે જ આખો દિવસ દરમિયાન 8-10 ગ્લાસ પાણી જરૂર પીવો.  આ રીતે ખાશો તો વજન ઘટવુ શરૂ થઈ જશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

પીવો આમળાનું જ્યુસ અને રહો હંમેશા ફિટ

આજના સમયમાં યૂરીન ઈંફ્કેશનની મહિલા અને પુરૂષ બંનેમા વધી રહ્યા છે. આ સમસ્યા મૂત્ર માર્ગમાં ...

news

obesityનું કારણ બને છે સવારે કરવામાં આવેલી આ ભૂલો.. શુ તમે પણ આવુ જ કરો છો

જાડાપણુ આજકાલ લોકોની સામાન્ય સમસ્યા છે. ખોટા ખાન-પાન અને લાઈફસ્ટાઈલને કારણે તે જાડાપણાનો ...

news

આ Tips દ્વારા જાણો છોકરો વર્જિન છે કે નહી

રિલેશનશિપમાં આવ્યા પછી લોકો પોતાના પાર્ટનરમાં ડૂબ્યા રહે છે. એક બીજાને ડેટ કર્યા પછી ...

news

મોતિયાબિંદ હટાવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાયો

આંખ શરીરનુ સૌથી મુખ્ય અંગ છે. આંખો દ્વારા જ આ ખૂબસૂરત દુનિયા જોવા મળે છે. આવામાં તેનુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine