મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health Tips - વજન ઘટાડવામાં કારગર છે ઈલાયચી, જાણો તેના ફાયદા

Health Tips  વજન ઘટાડવા
દરેક રસોઈઘરમાં જોવા મળનારી ઈલાયચી તમારા રસોઈનો સ્વાદ પણ વધારે અને તમારો મૂડ પણ સારો કરે છે એટલુ જ નહી ખીર, શીરો અને પુલાવ જેવા અનેક પકવાનોના સ્વાદમાં ચાર ચાંદ લગાવે દે છે. હવે એક શોધમાં જાણ થઈ છે કે આ નાનકડી કરામતી વસ્તુ વજન ઘટાડવમાં પણ કામ આવે છે. ગ્રીન ઈલાયચી પેટની આસપાસ જીદ્દી ફેટ જામવા દેતી નથી. આપણા શરીરના કોલેસ્ટ્રોલનુ સ્તર પણ નિયંત્રિત કરે છે. 
 
જીદ્દી ફૈટને જામવા નથી દેતી 
પેટની આસપાસ જમા વસા સૌથી જીદી હોય છે અને આ કોઈના પન વ્યક્તિત્વને ખરાબ કરી નાખે છે. લીલી ઈલાયજી આ જીદ્દી ફૈટને જમા થવા દેતી નથી. વસા અનેક હ્રદય સંબંધી બીમારીઓની જડ પણ હોય છે. 
 
શરીરના ઝેરીલા તત્વો બહાર કાઢે છે 
 
આયુર્વેદનુ માનીએ તો લીલી ઈલાયચી શરીરમાં વર્તમાન ઝેરીલા તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આ તત્વ શરીરના લોહી પ્રવાહમાં અવરોધ કરી શકે છે અને આપણી ઉર્જાનુ સ્તર પણ ઘટાડે છે. ઈલાયચીની ચા આ માટે સૌથી સારો વિકલ્પ હોઈ શકે છે. 
 
પેટ ફુલવાથી બચાવે છે 
લીલી ઈલાયચી અપચાની સમસ્યાથી બચાવે છે. જેનાથી ક્યારેક ક્યારેક પેટ ફુલવાની સમસ્યા પણ થઈ શકે છે. આ જ કારણ છે કે લીલી ઈલાયચીને ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ વિકારોની પ્રચલિત દવા કહેવામાં આવે છે. સારુ પાચન તંત્ર વજન ઘટાડવા માટે મહત્વનુ છે. 
*પેટમાં કબ્જિયાત અને ગૈસની સમસ્યા રહે છે તેના માટે આ બહુ લાભકારી હોય છે. તેનો પ્રયોગથી આ *પરેશાનીઓથી રાહત મળી જાય છે. 
*જો હેડકી આવવાની સમસ્યા છે તો તેનાથી તરત રાહત જોઈએ તો હેડકી આવતા પર સૌથી પહેલા તેને ખાઈ લો. 
*તેમાં એવી ગુણ છે જે ચિંતાથી તમને રાહત અપાવે છે. 
*જો રાત્રે તમે એક ઈલાયચી વાટીને દૂધમાં મિકસ કરી પીવો છો તો તેનાથી ઉંઘ પણ સારી આવે છે.