મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 22 ડિસેમ્બર 2020 (12:09 IST)

5 લોકોએ ન કરવુ જોઈએ હળદરવાળા દૂધનુ સેવન, ફાયદાને બદલે થશે નુકશાન

Health Gujarati Tips - હળદરવાળા દૂધના ફાયદા વિશે તો આપ જાણતા જ હશો.. અને આપ સૌ ઈમ્યુનિટી વધારવા કે પછી શરદી ખાંસીથી રાહત માટે તેનો ઉપયોગ પણ કરતા હશો.  હળદરવાળા દૂધમાં ગજબની હીલિંગ પાવર હોય છે. હળદરની તાસીર ગરમ હોય છે. જેનાથી હળદરવાળુ દૂધ ખૂબ ગરમ હોય છે. જે લોકોનુ શરીરનુ તાપમાન ગરમ રહેતુ  હોય તેમણે ભૂલથી પણ હળદરવાળુ દૂધનુ સેવન ન કરવુ જોઈએ.  આવો જાણીએ છે કે કોણે હળદરવાળા દૂધનુ સેવન ન કરવુ જોઈએ. 
 
લિવરની સમસ્યા છે તો ન પીવો 
 
કોઈ વ્યક્તિની જો લિવર સાથે જોડાયેલ અનેક બીમારી કે પછી સમસ્યા છે, તો હળદરવાળુ દૂધ ન પીવુ જોઈએ. આ સમસ્યામાં હળદરવાળા દૂધનુ સેવન આ બીમારીને વધારી શકે છે. 
 
નપુંસકતાનુ બની શકે છે કારણ 
 
હળદરમાં ટેસ્ટોસ્ટેરૉનના સ્તરને ઘટાડી દે છે.  તેનાથી સ્પર્મની સર્કિયતામાં કમી આવી જાય છે. જો તમે તમારી ફેમિલી વધારવાનુ પ્લાનિંગ કરી રહ્યા છો તો કોશિશ કરો કે હળદરવાળુ દૂધનુ સેવન સંયમિત રૂપથી કરો. 
 
પ્રેગનેંટ મહિલાઓ ન પીવે 
 
અનેક પ્રેગનેંટ મહિલાઓ ઘરેલુ નુસ્ખાના આધાર પર હળદરવાળુ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી થનારા બાળકનો વર્ણ સાફ રહે પણ શુ આપ જાણો છો કે હળદરવાળુ દૂધ પીવાથી પેટમાં ગરમી વધી જાય છે. બીજી બાજુ હળદર ગર્ભાશયનુ સંકુચન, ગર્ભાશયમાં રક્ત સ્ત્રાવ કે ગર્ભાશયમાં ખેંચ ઉભી કરી શકે છે. ખાસ કરીને ગર્ભધારણના ત્રણ મહિનાની અંદર હળદરવાળુ દૂધનુ સેવન ખતરનાક છે. 
 
એલર્જીની સમસ્યાનો સામનો કરી રહેલ વ્યક્તિએ 
 
જે વ્યક્તિને મસાલા કે ગરમ વસ્તુ ખાવાની એલર્જી હોય છે તેમણે પણ હળદરવાળુ દૂધનુ સેવન ન કરવુ જોઈએ. હળદરવાળુ દૂધ તમારી એલર્જીને વધારી શકે છે. હળદર ગૉલબ્લૈડરમાં સ્ટોન બનાવવાનુ પણ કામ કરી શકે છે. 
 
 શરીરનુ તાપમાન ગરમ રહેનારા લોકો 
 
દરેક વ્યક્તિન આ શરીરનુ તાપમા જુદુ જુદુ હોય છે. સામાન્ય રીતે જે લોકોને ગરમ વસ્તુઓ ખાવાથી જલ્દી અસર થાય છે તેમણે હળદરવાળુ દૂધ ન પીવુ જોઈએ. તેનાથી શરીરમાં ગરમી વધી જાય છે. જેનાથી તમને પિમ્પલ, કબજિયાત, ખંજવાળ અને બેચેની જેવી સમસ્યા થઈ જાય છે.