તમારા હાથ પગ વારેઘડીએ સુન્ન થઈ જતા હોય તો અપનાવો આ 7 ટિપ્સ


હાથ અને પગ સુન્ન થઈ જવુ આજકાલ એક સામાન્ય સમસ્યા છે.
આ સમસ્યામાં વધુ સમય સુધી હલન ચલન કર્યા વગર એક જ અવસ્થામાં બેસી રહેવાથી હાથ પગની કેટલીક નસો દબાય જાય છે. જેનાથી એ નસોને ઓક્સીજન નથી મળી શકતો અને તે સુન્ન થઈ જાય છે.
આ પરેશાની ઉભી થવાના અનેક કારણો હોઈ શકે છે. અનેકવાર શરીરમાં પોષક તત્વોની કમીને કારણે પડી જાય છે અને અનેકવાર થાક, સ્મોકિંગ, વધુ પડતી દારૂનું સેવન કે ડાયાબીટિસ હોય તો પણ આ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
આજે અમે તમને કેટલક આવા જ ઘરેલુ ઉપાયો બતાવીશુ જેને અપનાવીને તમે આ પરેશાનીથી મુક્ત થઈ શકો છો. ଒

1. કુણા પાણીમાં પગ પલાળો - જો તમારા હાથ કે પગ સુન્ન થઈ ગયા છે તો તમે એક વાસણમાં કુણું પાણી લો અને તેમા સેંધાલૂણ નાખો. પછી તેમા સુન્ન થયેલ અંગ લગભગ 10 મિનિટ માટે રાખી મુકો.
આવુ કરવાથી ખૂબ આરામ મળશે.

2. તજનો
પ્રયોગ કરો - તજમાં ખૂબ માત્રામાં ન્યૂટ્રિએંટ્સ રહેલા હોય છે.
જે હાથ અને પગમાં બ્લડ ફ્લો વધારે છે. એક શોધ મુજબ રોજ 2-4 ગ્રામ તજ પાવડરને લેવાથી બ્લડ સર્કુલેશન વધે છે. આ માટે 1 ચમચી તજ અને મધ મિક્સ કરીને સવારે થોડા દિવસ સુધી સેવન કરો.

3. શારીરિક કસરત કરો - શારીરિક કસરત કરવાથી તમારા શરીરની નસોને ભરપૂર પ્રમાણમાં ઓક્સીઝન મળે છે. અંગોનુ વારેઘડીએ સુન્ન પડી જવાની સમસ્યા ખતમ થઈ જાય છે.

4. મસાજ કરો - હાથ પગના સુન્ન પડી જતા જૈતૂન કે પછે સરસવના તેલને થોડુ ગરમ કરી તેનાથી હાથ પગની માલિશ કરો. તેનાથી નસો ખુલે છે અને બ્લડ સર્કુલેશન વધે છે અને શરીર ઠીક થઈ જાય છે.

5. હળદર અને દૂધ - હળદર એંટીબેક્ટેરિયરલ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ શરીરમાં બ્લડ સર્કુલેશનને વધારવાનુ કામ કરે છે.
જ્યારે તમારા હાથ કે પગ સુન્ન પડી જાય તો તમે હળદરવાળા દૂધમાં મધ નાખીને પી શકો છો.

6. ગરમ પાણીથી સેકો - તમે આ અવસ્થામાં ગરમ પાણીની બોટલથી સુન્ન પડેલા ભાગની સારી રીતે સેકાય કરો. તેનાથી તમને ખૂબ આરામ મળે છે.

7. મેગ્નેશિયમનુ સેવન જરૂર કરો - લીલા શાકભાજી, મેવા, ઓટમીલ, પીનટ બટર, અવાકાંડો, કેળા, ડાર્ક ચોકલેટ અને લો ફૈટ દહીમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. તેનુ સેવન કરવાથી પણ આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે.આ પણ વાંચો :