ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (17:17 IST)

શરમજનક - 500 ગાય, 2 લકઝરી Car અને 10 હજાર ડોલરમાં FB પર વેચાઈ 17 વર્ષની યુવતી

દક્ષિણી સૂડાનના એક વ્યક્તિ દ્વારા પોતાની 17 વર્ષની પુત્રીની બાળ દુલ્હનના રૂપમાં બોલી લગાવવા અને તેને લીલામ કરવાની કોશિશવાળી પોસ્ટ વાયરલ થયા પછી માનવાધિકાર કાર્યકર્તાઓએ સોશિયલ નેટવર્કિગ સાઈટ ફેસબુકની આલોચના કરી છે. 
 
ધ ઈનક્યૂસિટરની રિપોર્ટમાં ગુરૂવારે કહેવામાં આવ્યુ કે ઓછામાં ઓછા પાંચ પુરૂષોએ આ નીલામીમાં ભાગ લીધો અને બોલી લગાવી. જેમા ક્ષેત્રના ડેપ્યુટી જનરલનો પણ સમાવેશ હતો.  
 
એક માણસ જેની આઠ પત્નીઓ હતી તેણે આ નીલામી જીતી અને કિશોરીના પિતાને 500 ગાય, બે લકઝરી કાર, બે બાઈક, એક બોટ, મોબાઈલ ફોંસ અને 10,000 ડોલરની રોકડ આપી. આફ્રિકન ફેમિનિજ્મએ બુધવારે મોડી રાત્રે એક ટ્વીટમાં કહ્યુ,  દક્ષિણી સૂડાનની એક 17 વર્ષની છોકરી ફેસબુક પર સૌથી વધુ બોલી લગાવનારા એક વ્યવસાયીને લગ્ન માટે નવેમ્બરમાં વેચી દીધી. જ્યારે કે બોલી લગાવનારાઓમાં ચાર અન્યનો પણ સમાવેશ હતો. જેમા સૂડાનના એક વરિષ્ઠ સરકારી અધિકારી પણ હતા. 
 
ફિલિપ્સ અનયામંગ એનગૉગ નામના માનાવાધિકાર વકીલે યુવતીની નીલામી રોકવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યુ, વાયરલ થયેલ ફેસબુક પોસ્ટ એક મનુષ્યના બાળ દુર્વ્યવ્હાર, તસ્કરી અને લીલામીનુ સૌથી મોટુ પરીક્ષણ હતુ.  તેમણે તેમા સામેલ ફેસબુક સહિત બધા લોકોને જવાબદાર ઠેરવવાની અપીલ કરી.  
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે માનવાધિકાર સંગઠન પ્લાન ઈંટરનેશનલ દક્ષિણ સૂડાને યુવતીઓની બોલી લગાવવા માટે સોશિયલ મીડિયાના પ્રયોગની આલોચના કરી અને તેને આધુનિક યુગની દાસ પ્રથા કરાર આપ્યો. સંગઠને દક્ષિણ સૂડાનના નિદેશક જોર્જ ઓટિમનો હવલાથી કહેવામાં આવ્યુ.. "તકનીકનુ આ બર્બર ઉપયોગ વીતા દિવસોની દાસ બજારની યાદ અપાવે છે. દુનિયાના સૌથી મોટા સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એક યુવતીને લગ્ન માટે આજના યુગમાં વેચી નાખી. આ વિશ્વાસ થતો નથી.