શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 જુલાઈ 2023 (15:19 IST)

ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ - ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા જીતના દાવા

result
ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા શરૃ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા હતા
સુરતમાં માંડવીના સાઠવાવમાં અર્જુન ચૌધરી, ખારોલીમાં વિનોદ ચૌધરી, કોસાડીમાં સીતાબહેન ચૌધરી અને કલમકુવામાં રત્નબહેન ચૌધરી વિજેતા
- પંચમહાલમાં જાંબુઘોડાના ઉચેટમાં પ્રકાશબા રાણા વિજેતા
-  મહેસાણામાં ખેરાલુના ડાલીશણામાં ડિમ્પલ પરમાર વિજયી
- મોરબી તાલુકાના ખાનપરમાં ખંતિલભાઈ ભીમાણી વિજેતા
- ગીરસોમનાથમાં કોડીનારના પેઢાવાળામાં ઉષાવાળા વિજયી
- પોરબંદર તાલુકાના ગેરેજ ગામમાં રણમલ જેસા વિજયી
- રાજ્યની 3678 ગ્રામપંચાયતોના પરિણામ જાહેર
-  મહેસાણામાં સંતલાસણના ઇસાકપુરામાં જાવેદ બલોચ જીત્યા
-  સુરતમાં ઓલપાડના મિરઝાપુરમાં નગીન રાઠોડ વિજયી
-  સાણંદના મણીપુર ગામમાં દેરાણી-જેઠાણી વચ્ચે ચૂંટણી જંગ છેડાયો હતો. તેમાં મણીપુર ગ્રામપંચાયતમાં દેરાણીએ જેઠાણીને હરાવી. દેરાણી કલ્પનાબેન પટેલે 211ની લીડથી વિજેતા થયા છે. નોંધનીય છે કે 15 વર્ષથી મણીપુર ગ્રામપંચાયત સમરસ થતી હતી
- પાટણમાં ચાણસ્માના ઝીલિયા ગામે જૂથ અથડામણમાં બંને પક્ષના ઉમેદવારો સામ-સામે આવી ગયા હતા. સરપંચનું પરિણામ જાહેર થતાં જ મામલતદારની કચેરી બહાર જ મારામારી થઇ હતી. પોલીસ સમયસર ઘટનાસ્થળે પહોંચી જતા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
- રાજ્યની 2089 ગ્રામપંચાયતોના પરિણામ જાહેર
- ગાંધીનગરમાં ભાજપાના કમલમ્ ખાતે ઢોલ-નગારા સાથે જશ્નનો માહોલ
- ભાજપાના કાર્યકરો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યાં છે
- ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કૉંગ્રેસ પર કર્યા પ્રહારો, કહ્યું – વીસ વર્ષથી અવિરત રાજ્યભરમાં ભાજપાનું નેતૃત્વ રહ્યું છે, પ્રજા કૉંગ્રેસના ભ્રષ્ટાચારોને ભૂલી નથી. કેશુભાઈ હોય કે નરેન્દ્રભાઈ કે પછી આનંદીબહેન તમામના નેતૃત્વમાં વિકાસના કામો થયા છે
-  સુરતની કીમ ગ્રામપંચાયતના વોર્ડ-2ના ઉમેદવારો શશીકાન્ત પરમાર અને રાકેશ પરમાર વચ્ચે ટક્કર થઇ છે. મતગણતરી વખતે ડોલના ઉમેદવારના બે મત વધારે નીકળ્યા હતા. ત્યારબાદ ફરીથી મતગણતરી કરતાં ટેલિફોનના ઉમેદવારને એક મતે વિજયી જાહેર કરાયા. બંને ઉમેદવારના સમર્થકો આમને સામને આવતા મામલો બિચકયો હતો
- ખેડામાં ગલતેશ્વરના બલઢામાં જયદીપ પટેલ વિજેતા, વલસાડમાં વાપીના ચંડોરમાં રણજિત પટેલ વિજેતા
- દાહોદમાં ફતેપુરાના પાટવેલમાં રામાભાઈ વિજેતા, ભાવનગર ગરિયાધારના ડમરલામાં ભરતભાઈ મકવાણા વિજેતા

- સરપંચ અને સભ્યોના ટેકેદારોના મતગણતરી કેન્દ્ર પર ટોળા 
- નર્મદાના ચિત્રાવાડી ગામમાં નીલમબેન વાસુભાઈ વસાવા વિજેતા 
- ધક્કામુક્કીમા 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત 

- જામનગરના મેધપર ગામમાં દયાલજી ટાંક વિજેતા 
- અમરેલીના વાલળીમાં કમળાબેન વિજેતા 
- મહેસાણાના પ્રતાપગઢ ગામમાં પટેલ રાજેશ્વરી મુકેશભાઈનો વિજય 
- જૂનાગઢના ગોદાઈમાં સુમિતાબેન માડણનો વિજય 
- વલસાડના કેવાડામાં પ્રભાવતી પટેલ વિજેતા 
- રાજકોટના ધુડશીયામાં લાભુબેન મકવાણા વિજેતા 
- ભરૂચના માલકીનપુરા ગામમાં સંજય રમણ વસાવા વિજેતા 
- ભરૂચના દાદાપોર ગામમાં રેખાબેન મહેન્દ્રભાઈ રાઠોડનો વિજય 
- ભરૂચના સરભાણમાં સરપંચ પદે તુષાર જશુભાઈ પટેલનો વિજય 
- ભરૂચના વેડચગામમાં મહેશ કુલાભાએ ઠાકોરનો વિજય 
- જૂનાગઢના નવલખીમાં સરપંચ પદે દક્ષાબેનનો વિજય 
- મહેસાણાના ખેરાલુના ચલાણા ગામે સરપંચ પદે ગોધજીભાઈ ચૌધરીનો વિજય 
- ભરૂચના અવાંદર ગામમાં અનિલ મિસ્ત્રીનો વિજય 
- સમર્થકો દ્વારા ઉડાવાયી નોટ 
- સુરતના કલમકુવામાં રતનાબેન ચૌધરીનો વિજય 
- લોકોની ભીડ વધતા પોલીસને પડી રહી છે મુશ્કેલી 
-છોટાઉદેપર - હરીપુરા ગ્રામ પંચાયતમાં છબરડો - 3 બેલેટ પેપર ગાયબ 
- ભરૂચના ચકલાદગામમાં મોંઘીબેન પઢીયારનો વિજય 
- જૂનાગઢના ગોરવીયાલીમાં જસકરણ ગોરવીયાલા વિજેતા 
- સૂરતના કોસાડીમાં સિતાબેન ચૌધરીનો વિજય 
- પોલીસે ગ્રાઉન્ડનો મુખ્ય દરવાજો બંધ કર્યો 
- સુરતના માંગરોળ કંસાલીમાં અંકિતાબેન ગામીતનો વિજય 
- અમદાવાદના જશાપુરમાં કરશનભાઈ વિજેતા 
- અમદાવાદના ડડુસરમાં ચંપાબેન બેલાદરમાં વિજેતા 
- સુરેન્દ્રનગર પીપળીયા ગામમાં વસંતબેન મકવાણાનો વિજય 
- અમદાવાદના ગુંજારમાં જયાબેન જાદવનો વિજય 
- મોરબીના સોખડામાં હંસાબેનનો વિજય 
- ભાવનગરના ગોખડકા ગામમાં દિનેશભાઈ માવજીભાઈ પરમારનો વિજય 
- અમદાવાદના કોલટમાં સુમનબેન વિજેતા 
- અમદાવાદના શીયાવાડામાં ભરતભાઈ પટેલ વિજેતા 
- સુરેન્દ્રનગરનના મેવાસાગામમાં સંગ્રામ લફરા રાઠોડનો વિજય 
- ભરૂચના પાલેજ ગામમાં નસીમબાનું સલીમ વકીલનો વિજય 
- જૂનાગઢના વિવિદા ગામે ચંદુભાઈ બગડા વિજેતા 

- દેત્રોજના નદીશાળામાં સરપંચ પદે નટુભા ઝાલાનો વિજય 
- ભાજપ સમર્થિત સરપંચના ઉમેદવાર વિજેતા થતા કરાઈ ઉજવણી 
- નવસારીના ગણદેવીમાં રશ્મિ પટેલ વિજેતા 
- મોરબીના બાદનપર ગામમાં કલ્યાણજી મોતી સાંવરિયા વિજેતા 
- ધંધુકાના છારોડિયા ગામમાં જ્યોતિબેન વડદરીયા વિજેતા 
- ધારીના કથરોટામાં સરપંચ પદે પરષોત્તમ હિરપરાનો વિજય 
- ભાવનગરના કોટડામાં હિરબહેન પરમાર વિજેતા 
- મોરબીના રંગપર ગામે કુસુમબેન ઝાલા વિજેતા 
- મોરબીના નીચી માંડલમાં જીજ્ઞેશાબેનનો વિજય 
- ગોંડલના ધુડશીયા ગામમાં લાભુબેન મોહનભાઈ મકવાણા વિજેતા 
- મોરબીના લખધીરપુર ગામમાં જગદીશ જાદવ વિજેતા 
- મોરબીના જીવાપર ગામમાં રાયગલ રમેશ હમીરપરા વિજેતા 
- જામનગરના હમાપરમાં કથલ શિયાળ વિજેતા 
- વંથલીના ગાદોઈમાં સુમિતા કરેથા વિજેતા 
- વલસાડના કોચરવા ભાવિકા પટેલ વિજેતા 
- મહેસાણાના વેકરામાં બાબુબહેન દેસાઈ વિજેતા 
- ભાવનગરના વડિયા ગામમાં જડીબેન સુરેશભાઈ પરમાર વિજેતા 
- વલસાડના મોટી વહિયાળમા સોમીબેન તુબડા વિજેતા 
- પોરબંદરના સુખપુરમાં સરપંચ પદે રૂપીબેન મોઢવાડિયાનો વિજય 
- મહેસાણા ગણેશપુરા કાલરી ગામમા ચેતન ઉમિયાશંકરનો વિજય 

- ડભોઈના નદેરિયા ગામમાં સરપંચ પદે પીમાબેન બોનીનો વિજય 
- અમરેલીના તાજપર ગામમાં સરપંચ પદે જયાબેન બારડનો વિજય 
- પોરબંદરના ધરસન ગામમાં સરપંચ પદે લીરીબેન ઓડેદરાનો વિજય 
- રાજકોટના કણકોટ ગામમાં સરપંચ પદે શૈલેષભાઈ નંદાણીયાનો વિજય 
- રાજકોટના રામનગરમાં સરપંચ પદે પાયબેન બોધરા વિજેતા 
- પોરબંદરના છત્રાવા ગામમાં સરપંચ પદે નાથીબેન માલદેભાઈ ખૂંટીનો વિજય 
- અમરેલીના આદસંગ ગામમા સરપંચ પદે દાદાભાઈ ચંદુનો વિજય 
- સુરતના મોરા ગામમાં સરપંચ પદે રંજન પટેલ વિજેતા 
- પોરબંદરના ખાનપુરમાં સરપંચ પદે મનિષાબહેન ભાદરક વિજેતા 
- બેટાદના રાણપુર તાલુકા ભાજપ પ્રમુખની સરપંચ પદે થઈ હાર 
- જામનગરના મોડપર ગામમાં સરપંચ પદે કાનજીભાઈ વિજેતા 
- રાજકોટના સુફિયાજડીયાળીમાં સરપંચ પદે મેનબા જાડેજા વિજેતા 
- અમરેલીના ભાલવાવમાં સરપંચ પદે નાગજીભાઈ મોગરોળીયા વિજેતા 
- ગણદેવીના રાહેજમાં સરપંચ પદે જયેશ હળપતીનો વિજય 
- ગણદેવીના ગાંગોરમાં સરપંચ પદે પ્રકાશ પટેલનો વિજય 
- ગણફેવીના દુવાડામાં સરપંચ પદે મનોજભાઈ હડપતીનો વિજય 
- અમદાવાદના ઘેડાસણામાં સરપંચ પદે કાન્તાબહેન પટેલ વિજેતા 
- હડમતાલા ગામમાં સરપંચ તરીકે થઈ હાર 
- ભાવનગર થોરડી ગામે સરપંચ પદે ઉષાબેન વિજેતા 
 
- અમદાવાદના વીરપુર ગામમાં સરપંચ પદે મહાદેવભાઈનો વિજય 
- ધારાના નેસગામે સરપંચ પદે રમજુબહેન ધાખડાનો વિજય 
- નવસારીના કાળવારા ગામના સરપંચ પદે ભીખુભાઈ પટેલનો વિજય 
- ઉમેદવાર પૃથ્વીરાજ ઠાકરોનો 134 મતે વિજય 
- નર્મદાના ગરુડેશ્વરગામમાં સરપંચ પદે કલી મકવાણાનો વિજય 
- જામનગરા લાલપુરના અરિખાણા ગામનુ પરિણામ જાહેર 
- દ્રારકાના કાઠી દેવરિયા ગામમાં સરપંચ પદે જયશ્રીબા વાઢેરનો વિજય 
- અમરેલીના બાબરા ગામમાં સરપંચ પદે પોલાભાઈ જાપડીયાનો વિજય 
- ભાવનગરના મીઠાપુર ગામમાં સરપંચ પદે ધનશ્યામભાઈ ધમેલિયાનો વિજય 
 
- અમરેલીના બગસરાના હલૂરિયા ગામમા હરિભાઈ ચૌહાણનો વિજય 
- શિંગારમાળ ગામમ્માં સરપંચપદે સુભાષભાઈ પવારનો વિજય 
- જામનગર - જામનગરમાં જોડિયાના ખારીમાં શીતલબહેન જાડેજા વિજેતા
- અરવલ્લીના મોડાસાની ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી મોડી થશે. કારણ કે આઠ વાગ્યા સુધી ચૂંટણી અધિકારી આવ્યા નહોતા. ચૂંટણી અધિકારી મોડા આવતાં સ્થાનિકો રોષે ભરાયા છે. મોડાસામાં 28 ગ્રામપંચાયતની મતગણતરી થવાની છે.
- ઘટિયાણ ગામના સરપંચ જાહેર 
- પાટી ગામે સરપંચ પદે વસંતબહેન ડોબરિયાનો વિજય 
- જામકંડોરણાના થોરડીમાં હર્ષિદી જાડેજાનો વિજય 
- બોટાદના રાજપીપળા ગામમા સરપંચ પદે કંચનબેન ડુગરાણીનો વિજય 

- સુરતમાં સામપુરાના કામરેજમાં બે ઉમેદવાર વચ્ચે ટાઈ પડતાં, સિક્કો ઉછાળી સરપંચ નિમાયા તેમાં મગનભાઈને પસંદ કરાયા. ગાંધીનગરના કાકાનું તારાપુરમાં હિતેશ બારોટ થયા વિજય થયા. પાટણના ગજા ગામે નરેન્દ્રભાઈનો વિજય.
-  પોરબંદરના કુતિયાણાના દાદુકાનું પરિણામ આવી ગયું છે. 165ની લીડથી મેરામણભાઈ હુદલ વિજેતા બન્યા છે. દાદુકામાં મેરામણભાઈ હુદલ સરપંચ બન્યા.
- અમદાવાદ - કાદિપુર ગામના સરપંચ પદે જનકબહેન ભરવાડનો વિજય
- ગાંધીનગરના કાકાના તારાપુરનુ પરિણમ જાહેર 
- ખીજરીય ગામના સરપંચ પદે મેરુભાઈ વાળાનો વિજય
- ખીરી ગામના સરપંચ પદે શીતલબહેન જાડેજાનો વિજય  ૝
- કમળાપુર ગામના સરપંચ પદે બળદેવભાઈ પટેલનો વિજય 
- બૂથ પર મતપત્રકો લૂંટવાનો 4 લોકોએ કર્યો હતો પ્રયાસ 

 







આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાંના લિટમસ ટેસ્ટ સમાન ગણાતી રાજ્યની 8954 ગ્રામપંચાયતોના ચૂંટણીના પરિણામો જાહેર થશે. આજે રાજ્યના 252 કેન્દ્રો પર મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાશે. ગ્રામપંચાયતની ચૂંટણીઓના પરિણામો દરેક પક્ષ માટે ખૂબ જ અગત્યના મનાય છે. આજના પરિણામોમાં કુલ 1,20,936 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતગણતરીને લઇને સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે. તાલુકા મથકો પર ઉમેદવારો અને સમર્થકો ઉમટી પડ્યાં છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીનું આવનાર પરિણામ ભાજપ અને કોંગ્રેસ માટે ખુબ જ મહત્વનું સાબિત થશે. કારણ કે 2017ના ડિસેમ્બર પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલાનો આનંદીબહેન પટેલ અને ત્યાર પછી રૂપાણી સરકાર માટે આજના પરિણામ લીટમસ ટેસ્ટ હશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં ભાજપ કેવી જીત હાંસલ કરે છે, તેના પર સમગ્ર દેશની નજર છે.
 
8,624 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 80.12 ટકા વિક્રમી મતદાન થયું છે. ગામડાના રહિશોએ હોશે હોશે મતધિકારનો ઉપયોગ કર્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1.64 કરોડ મતદારોમાંથી 1.32 મતદારોએ મત આપ્યો છે.
 
ચૂંટણીમાં સૌથી વધુ 87.45 ટકા મતદાન નર્મદા અને સૌથી ઓછું 70.47 ટકા મતદાન ભાવનગર જિલ્લામાં થયું હતું. જ્યારે અમદાવાદ જિલ્લાની 332 ગ્રામ પંચાયતમાં 82.80 ટકા મતદાન થયું હતું.