શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગુજરાતી રેસીપી- બ્રેડ ઉત્તપમ

નાશ્તામાં જરૂર ટ્રાય કરો નવું છે - બ્રેડ ઉત્તપમ 
સામગ્રી- 
બ્રેડની ચાર સ્લાઇસેસ
1/2  કપ સોજી
બે ચમચી મેંદો 
1/2 કપ દહીં
એક ટમેટા (સમારેલુ)
એક શિમલા મરચા (સમારેલુ)
બે ડુંગળી (સમારેલુ)
1/2 કોથમીર 
એક મોટી ચમચી આદુ (છીણેલુ)
બે લીલા મરચાં 
સ્વાદ માટે મીઠું
તેલની જરૂરિયાત મુજબ
પાણીની જરૂરિયાત મુજબ
વિધિ- 
- સૌપ્રથમ, બ્રેડની કિનારી કાપી અને તેને અલગ કરી લો.
- હવે સોજી, મેંદા, પાણી અને દહીં સાથે બ્રેડનો સફેદ ભાગ મિક્સ કરી વાટી લો અને એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. 
- પેસ્ટમાં ટમેટા, શિમલા મરચા, ડુંગળી, આદુ, લીલા મરચા અને મીઠું ઉમેરો.
- મધ્યમ તાપ પર એક તવી મૂકી તેના પર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો. 
- તેલ ગરમ થઈ જાય પછી, તેમાં ઉત્તપમનો પેસ્ટ નાખો. 
-  એક બાજુ શેકાઈ જાય તો પલટીને બીજી સાઈડથી પણ સોનેરી થયા સુધી શેકવા . 
-  તૈયાર છે  બ્રેડ Uttpam. ચટણી અથવા ટમેટાના સૉસ સાથે સર્વ કરો.