સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

Home Remedies- વરસાદમાં પગના રક્ષણ માટે આ સરળ પગલાં

ઘરેલુ ઉપચાર - વરસાદમાં પગના રક્ષણ માટે આ સરળ પગલાં

વરસાદની મોસમમાં  કાદવ  અને સંક્રમિક પાણીમાં ફરવુ એ તમારા પગ માટે સલામત નથી. ગંદા પાણીના સંપર્કમાં આવવાથી પગના અંગૂઠા અને નખમાં ઈફેકશનનું ખતરો વધી જાય છે. જો તમે ડાયાબિટીક દર્દી છો તો આ  દિવસોમાં પગની ખાસ કરીને કાળજી રાખવી . 
 
હંમેશા  પગને સાફ સ્વચ્છ રાખવા .બહારથી  આવ્યા પછી પગને પ્રવાહી સાબુથી ધોવા અથવા પગને  લીંબુવાળા ગરમ  પાણીમાં થોડા સમય માટે રાખો તે પછી સ્વચ્છ ટુવાલથી સાફ કરી સરસવના  તેલની  માલિશ કરો . 
 
જો તમે  શુઝ પહેરતા હોય તો ટેલ્કમ પાઉડર લગાવો . ખંજવાળથી  રાહત મળશે . 
 
ઈફેકશનથી બચવા  હળદર,લીમડો અને તલને વાટી લો. આ પેસ્ટ પગના આંગળીઓ વચ્ચે લગાવો. પગને  સુરક્ષિત  રાખવા ટી વૃક્ષ અથવા કેસ્ટર આઈલની મસાજ પણ લાભદાયી રહેશે.