Home Remedies - અનેક રોગોની દવા છે મૂળા

મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (11:19 IST)

Widgets Magazine
radish

મૂળાનું સેવન ફક્ત સલાદના રૂપમાં જ નહી પરંતુ તેનુ શાક બનાવીને પણ તેનુ સેવન કરી શકાય છે. મૂઅળાનુ સેવન કરવુ આપણા શરીર માટે લાભદાયક હોય છે અને આપણા શરીરને અનેક રોગોથી છુટકારો મળી જાય છે. 
 
ચેહરાના દાગ, ખીલ - ભોજનમાં પોટાશિયમની કમી થવાથી ચેહરા પર દાગ પડી જાય છે અને કરચલીઓ ઉભી થાય છે. એક અઠવાડિયા સુધી રોજ એક કપ મૂળા અન્મે તેના પાનનો રસ પીવાથી ચેહરાના દાગ અને ખીલ મટી જાય છે અને ચેહરો ખીલી ઉઠે છે. 
 
પેશાબમાં તકલીફ અને બળતરા - એક એક કપ મૂળાના પાનનો રસ દિવસમાં બે-ત્રણ દિવસ પીવાથી પેશાબ તકલીફ વગર અને મોકળાશથી આવે છે અને બળતરાથી પણ રાહત મળે છે. 
 
પથરી - સવાર-સાંજ 25 ગ્રામ મૂળાનો રસમાં એક દોઢ ગ્રામ યવક્ષાર મિક્સ કરીને પીવાથી અથવા 35-40 ગ્રામ મૂળાના બીજને અડધો કિલો પાણીમાં ઉકાળીને જ્યારે અડધુ રહી જાય ત્યારે ગાળીને પીવાથી 10-12 દિવસમાં મૂત્રાશયની પથરી તૂટી-તૂટીને નીકળી જાય છે. મૂળીનો રસ પીવાથી પિત્તાશયની પથરી નથી બનતી. 
 
વાળ ખરવા - ફોસ્ફરસની કમીથી વાળ ખરવા માંગે છે. છોલ્યા વગર મૂળા અને તેના પાન ખાતા રહેવાથી વાળ ખરવા બંધ થાય છે. 
 
ગઠિયા - મૂળાના એક કપ રસમાં 15-20 ટીપા આદુનો રસ નાખીને એક અઠવાડિયા સુધી સવાર-સાંજ દિવસમાં બે વાર પીવાથી અને એક અઠવાડિયા સુધી રોજ મૂળાના બેજ વાટીને તલના તેલમાં સેકીને તેને સાંધાના દુ:ખાવાવાળા અંગો પર લેપ કરી પટ્ટી બાંધવાથી ગઠિયા(સાંધાનો દુ:ખાવો) માં ખૂબ આરામ થાય છે. 
 
હાડકાં કડકવા - ઉઠતા બેસતા ઘૂંટણ કે હાથ ઉપર નીચે તરફ કરવાથી ખભાના હાડકાં કડકતા હોય તો રોજ અડધો ગ્લાસ મૂળાનો રસ પીવાથી હાડકાં કડકવા બંધ થઈ જાય છે.  
 
જૂ અને લીખ - વાળ ધોઈને ટોવેલથી લૂંછીને સૂકાવી લો અને મૂળાનો તાજો રસ કાઢી તેને માથા પર નાખી સારી રીતે માલિશ કરી લો અને એક બે કલાક તડકામાં બેસી જાવ. આવુ કરવાથી જૂ અને લીખો નાશ પામે છે. 
 
ખંજવાળ - ત્વચા પર ખંજવાળ થતા મૂળાને છીણીને ખંજવાળવાળા ભાગ પર ઘસી દેવાથી ખંજવાળમાં ખૂબ આરામ થાય છે. 
 
દાદ - રોજ મૂળાના બીજ અને સૂકા પાનને લીંબાના રસમાં વાટીને ગરમ કરીને લગાવતા રહેવાથી થોડાક જ દિવસોમાં લાભ થશે. 
 
ફોડલા - ફોડલી - મૂળાને કચડીને તેની લુગદી બનાવી ફોડલા - ફોડલી પર રોજ લેપ કરતા રહેવાથી અને સાથે જ મૂળા અને તેના નરમ પાનને ખાવાથી અથવા સવાર-સાંજ એક એક કપ રસ પીતા રહેવાથી થોડાક જ દિવસોમાં ઠીક થઈ જશે અને ત્વચા સાફ થઈ જાય છે.  
 
અટકી જવો - બે અઢી ગ્રામ મૂળાના બીજનો પાવડર કરી સવાર-સાંજ પાણી સાથે ફાંકી લેવાથી થોડાક જ દિવસોમાં માસિક ધર્મ સારી રીતે આવવા માંડે છે. 
 
બવાસીર - રોજ સવારે એક કપ મૂળાનો રસ પીતા રહેવાથી(તેમા લીંબૂનો રસ અને આદુનો રસ પણ નાખી શકો છો) અને લેટરિન ગયા પછી હાથ ધોઈને મૂળાના પાણીથી બીજીવાર ગુદા ધોવાથી થોડાક જ દિવસમાં બવાસીરનો રોગ જતો રહે છે.  
 
વીંછીનો ડંખ - મૂળાના બીજમાંથી એક ગોળ ચપટો ટુકડો કાપીને તેને મીઠુ લગાવીને વીંછીના ડંખ મારવાના સ્થાન પર ચોટાડી દો અને થોડી થોડી વારે આ બદલતા રહો. તેનાથી ઝેરનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે અને દુ:ખાવો તેમજ બળતરામાં રાહત મળે છે.  
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

રોજ ખાવ એક આદુનો ટુકડો.. થશે આ અગણિત લાભ

આદુ એક ભારતીય મસાલો છે જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ ...

news

Calcium આ વસ્તુઓ ખાવાથી મળે છે ભરપૂર કેલ્શિયમ

શરીરને કેલશિયમની જરૂર બહુ જ હોય છે. કેલ્શિયમથી ભરપૂર ભોજન હાડકાઓ અને સાંધાને હેલ્દી બનાવી ...

news

રોજ જીરા અને ગોળના પાણીનુ સેવન કરવાથી થશે આ અદ્દભૂત ફાયદા

જીરુ અને ગોળ બંને જ શરીરને સ્વસ્થ રાખે છે. તેમા જોવા મળનારા ખનીજ પદાર્થ અને પોષક તત્વ લાલ ...

news

માંસ માછલીથી પણ વધુ પ્રોટીન આપે છે આ વસ્તુઓ

સારા આરોગ્ય માટે જરૂરી છે હેલ્ધી ખોરાક લેવો. મોટાભાગે હેલ્ધી વસ્તુઓમાં નોન વેજ લેવુ જરૂરી ...

Widgets Magazine