એસીડીટી દૂર કરવાના સહેલા ઉપાયો

Widgets Magazine


થોડી સાવધાની તમને જીવનભર એસેડિટીથી દૂર રાથશે. જીવનશૈલીમાં થોડો ફેરફાર કરી અને થોડા ટાઇમ મેનેજમેન્ટથી આ બીમારીમાંથી છુટકારો મેળવી શકાય છે. તેના માટે થોડી બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ સિવાય આ રોગમાં બેરિયમ એક્સ-રે, એન્ડોસ્કોપી, સોનોગ્રાફી દ્વારા રોગની જટિલતા વિષે જાણકારી મેળવી ઉપચાર શરૂ કરી શકાય છે.

આ રીતે કરો બચાવ -

1. સૌથી પહેલા તો સમયસર ભોજન લેવાનું અને ભોજન બાદ થોડીવાર ચાલવાનું રાખો.

2. તમારા ભોજનમાં તાજા ફળ, સલાડ, શાકભાજીનો સૂપ, ઉકાળેલા શાકભાજી સામેલ કરો. લીલા પાંદડાવાળા શાકભાજી અને ફણગાવેલું અનાજ પુષ્કળ માત્રામાં ખાઓ. આ વિટામિન બી અને ઈનો ઉત્તમ સ્રોત છે જે શરીરને એસેડિટીમાંથી રાહત અપાવશે.

3. ખાવાનું હંમેશા ચાવીને ખાઓ અને જરૂરિયાત કરતા ઓછું ખાઓ. હંમેશા મરચાં-મસાલાવાળું અને વધારે તળેલું ભોજન લેવાનું ટાળો.

4. તમારા રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરો.

5. તાજી કાકડીનું રાયતું એસેડિટીનો ઉત્તમ ઉપચાર છે.

6. દારૂ અને માસાંહારથી દૂર રહો.

7. પુષ્કળ માત્રામાં પાણી પીઓ. આનાથી પાચનમાં મદદ મળશે સાથે શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જશે.

8. ખાધા બાદ તુરંત પાણીનું સેવન ન કરો. ઓછામાં ઓછું અડધા કલાક પછી જ પાણી પીવો.

9. ધૂમ્રપાન પણ ન કરવું.

10. પાઇનેપલના જ્યુસનું સેવન કરો, તેમાં એન્ઝાઇમ્સ હોય છે. ખાધા બાદ જો પેટ વધારે ભરેલું કે ભારે લાગે તો અડધો ગ્લાસા તાજું પાઇનેપલનું જ્યુસ પીશો તો તમામ બેચેની દૂર થઇ જશે.

11. આંબળાના રસનું સેવન કરો, તે આમ તો ખાટ્ટો હોય છે પણ એસેડિટીના ઘરેલું ઉપચારના રૂપમાં તે બહુ કામની વસ્તુ છે.

12. ગેસની સમસ્યામાંથી તુરંત રાહત મેળવવા માટે 2 ચમચી આંબળાનો જ્યુસ કે સૂકાયેલા આંબળાનો પાવડર અને બે ચમચી ખાંડેલી સાકર લો અને બંને કપમાં પાણી મિક્સ કરી પી જાઓ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આરોગ્ય

news

રોજ ખાવ એક આદુનો ટુકડો.. થશે આ અગણિત લાભ

આદુ એક ભારતીય મસાલો છે જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ ...

news

Calcium આ વસ્તુઓ ખાવાથી મળે છે ભરપૂર કેલ્શિયમ

શરીરને કેલશિયમની જરૂર બહુ જ હોય છે. કેલ્શિયમથી ભરપૂર ભોજન હાડકાઓ અને સાંધાને હેલ્દી બનાવી ...

news

રોજ જીરા અને ગોળના પાણીનુ સેવન કરવાથી થશે આ અદ્દભૂત ફાયદા

જીરુ અને ગોળ બંને જ શરીરને સ્વસ્થ રાખે છે. તેમા જોવા મળનારા ખનીજ પદાર્થ અને પોષક તત્વ લાલ ...

news

માંસ માછલીથી પણ વધુ પ્રોટીન આપે છે આ વસ્તુઓ

સારા આરોગ્ય માટે જરૂરી છે હેલ્ધી ખોરાક લેવો. મોટાભાગે હેલ્ધી વસ્તુઓમાં નોન વેજ લેવુ જરૂરી ...

Widgets Magazine