શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શનિવાર, 6 જાન્યુઆરી 2018 (15:51 IST)

કિચન ટિપ્સ - રોટલી સાથે મુકશો આદુના ટુકડા તો થશે આ ફાયદો

કિચનમાં જમવાનુ બનાવતી વખતે કેટલીક ખાસ ટિપ્સ અપનાવવાથી ખાવાનુ સ્વાદિષ્ટ બને છે અને સમયની પણ બચત થાય છે. જાણો આવી જ ટિપ્સ. જેનાથી રસોઈનો સ્વાદ અને તાજગી લાંબા સમય સુધી બની રહે છે. 
 
- ભીંડાની ચીકાશ દૂર કરવા માટે શાક બનાવતી વખતે તેમા લીંબૂનો થોડો રસ અથવા અડધી ચમચી આમચૂર પાવડર નાખી દો. તેનાથી ભીંડાની ચિકાશ દૂર થઈ જશે. 
- પૂરી કે ભજીયા તળતી વખતે તેલમાં ચપટી મીઠુ નાખી દેવુ જોઈએ.. તેનાથી ભજીય તેલ ઓછુ પીશે અને તેલની બચત પણ થશે. 
 
જાણો આવી જ કેટલીક વધુ ટિપ્સ.... 
 
- રોટલીના વાસણમાં આદુના નાના નાના ટુકડા નાખવાથી રોટલી લાંબા સમય સુધી નરમ રહે છે. 
 
- ઈડલીનુ મિશ્રણ તૈયાર કરતી વખતે તેમા થોડા બાફેલા ચોખા વાટીને નાખી દો. તેનાથી ઈડલી નરમ બને છે. 
- ક્રિસ્પી પકોડા (ભજીયા) બનાવવા માટે બેસનમાં થોડો કોર્નફ્લોર અથવા તો ચોખાનો લોટ મિક્સ કરી દો.. 
 
- કારેલાની કડવાશ ઓછી કરવા માટે કારેલાનુ શાક બનાવતા પહેલા કારેલા સમારીને તેમા થોડુ મીઠુ મિક્સ કરીને અડધો કલાક માટે મુકી રાખો. બનાવતા પહેલા કારેલાનુ પાણી નીચોવી લો.. કડવાશ ઓછી થઈ જશે 
 
- લીલા શાકભાજી ક્યારેય પ્લાસ્ટિકની થેલીમાં મુકશો નહી તેનાથી શાક ખરાબ થઈ જાય છે