સરકારે રજુ કર્યો નંબર 14546.. બસ ઘરે બેસીને જ મોબાઈલ આધાર સાથે થશે લિંક

નવી દિલ્હી., ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (17:20 IST)

Widgets Magazine

જો તમે મોબાઈલ ફોનના સિમને આધાર સાથે લિંક નથી કરાવ્યો તો તમારે માટે ખુશખબર છે. તમે IVR (Interactive Voice Response) દ્વારા ઘરે બેઠા બેઠા સિમને આધાર સાથે લિંક કરી શકો છો.  UIDAI આ માટે નંબર રજુ કરી દીધો છે. આ નંબર 14546 છે. તમને તમારો આધાર નંબર તમારી પાસે રાખવાનો છે અને નંબર ડાયલ કર્યા પછી જેમ જેમ સલાહ મળે તેને ફોલો કરતા સિમને આધાર સાથે લિંક કરી શકો છો. આ પ્રોસેસ હિન્દી અંગ્રેજી સાથે અન્ય રીઝનલ ભાષાઓમાં પણ કામ કરશે.  મહત્વની વાત એ છે કે તમારી પાસે ભલે કોઈપણ કંપનીની સિમ હોય. તમારુ કામ આ એક નંબરથી જ થઈ જશે. મતલબ કોઈપણ કંપનીની સિમને આધાર સાથે લિંક કરવા માટે સેમ નંબર જ કામમાં આવશે. 
 
આવો જાણીએ સંપૂર્ણ પ્રોસેસ વિશે... 
 
સ્ટેપ 1 -  તમારો ફોન નંબરથી 14546 ડાયલ કરો.. વોઈસ રિસ્પોન્સ મક્યા પછી તમને તમારી રાષ્ટ્રીયતા પૂછવામાં આવશે. તેમા બે ઓપ્શન હશે. Indian national અને NRI.  તમે તમારા હિસાબથી વિકલ્પ પસંદ કરી શકો છો. 
 
સ્ટેપ - 2 - તમારા મોબાઈલથી એક ડાયલ કરીને સિમને આધાર સાથે લિંક કરવાની અનુમતિ આપો. ત્યારબાદ તમને તમારો 12 અંકોવાળો આધાર નંબર પૂછવામાં આવશે.  જેને તમારા પોતાના ફોન પરથી ડાયલ કરવાનો છે. (કીબોર્ડ દ્વારા આધાર નંબર લખો) 
સ્ટેપ 3 - તમને OTPનુ ઓપ્શન પૂછવામાં આવશે. અહી તમારે 1 દબાવવનુ છે. ત્યારબાદ તમારા નંબર પર ઓટીપી આવી જશે.  ત્યારબાદ તમે તમારો ઓટીપી નંબર પ્રોવાઈડ કરો. 
 
સ્ટેપ 4 - IVR પર જ તમારા આધાર સાથે જોડી ફોટો, નામ અને ડેટ ઓફ બર્થ ફેંચ કરવાની અનુમતિ માંગવામાં આવશે.  તમે એ માટે પણ હામી ભરો. 
સ્ટેપ 5 
ત્યારબાદ તમારા  પોતાના નંબરના અંતિમ 4 અંક બતાવવામાં આવશે. જો આ સાચુ છે તો તમે અહી ઓટીપી ફિલ કરી દો. 
 
સ્ટેપ 6 - તમે તમારુ re-verification પુરુ કરવા માટે ફરીથી 1 દબાવો.. બસ તમારી સિમ આધાર સાથે લિંક થઈ ગઈ. જો તમે કોઈ બીજો નંબર પણ આધાર સાથે લિંક કરવા માંગો છો તો આ જ નંબર પર ડાયલ કરી શકો છો.  
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોબાઈલ આધાર નંબર 14546. આધાર લિંક ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News ભારત Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar

Loading comments ...

વ્યાપાર

news

ગેસમાં અદાણીના ભાવવધારાથી 6 લાખ રિક્ષાધારકો પર બોજો

ગુજરાતમાં ચૂંટણીઓ પુરી થયા બાદ લોકોને ફરીવાર મોંઘવારીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મોટા ...

news

Good News- હવે તૂટતા જ આપમેળે જ ઠીક થઈ જશે મોબાઈલ સ્ક્રીન જાણો કેવી રીતે

હવે મોબાઈલ ફોનની સ્ક્રીન તૂટવાનો ડર કોઈને પણ નહી રહેશે. કારણકે હવે ફોનની સ્ક્રીન તૂટ્યા ...

news

ચૂંટણી બાદ ડીઝલમાં રૃ।.૧.૭૫, પેટ્રોલમાં રૃ।.૧.૪૩નો થયો વધારો

મતદાન થઈ ગયું ત્યાં સુધી નિયંત્રણમાં રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી દેવાયો ...

news

ચીનની લેવાલી વધતા ગેસના ભાવમાં ભડકો થતાં ગુજરાતના ઉદ્યોગોને અસર

ચીનના કોલસા આધારિત ઉદ્યોગોને કારણે પ્રદુષણ વધી જતાં તેણે કોલસાને બદલે કુદરતી ગેસનો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine