શિવરાત્રિ પર ભૂલથી પણ શિવજીને અર્પિત ન કરશો આ 5 વસ્તુઓ... શાસ્ત્રોમાં છે વર્જિત  
                                       
                  
				  				   
				   
                  				  13 ફેબ્રુઆરી મંગળવારે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાશે. મહાશિવરાત્રિનો તહેવાર શિવભક્તો માટે ખૂબ મહત્વનો છે. શિવરાત્રિ પર શિવ ભક્ત ભગવાન શિવને પ્રસન્ન કરવામાટે ઉપવાસ રાખે છે અને પૂણ ભક્તિભાવથી શિવજીની પૂજા અને આરાધના કરે છે. પણ ભૂલવશ શિવજીને પ્રસન્ન કરવા માટે કેટલીક એવી ભૂલો કરે છે જેનાથી તેમની પૂજા થઈ શકતી નથી.  શાસ્ત્રોમાં એવી કેટલીક વસ્તુઓ વિશે બતાવ્યુ છે જેનો ભગવાન શિવની પૂજામાં વપરાશ ન કરવો જોઈએ. 
				  										
							
																							
									  
	 
	 
	- ભગવાન શિવને સફેદ ફૂલ ખૂબ પસંદ હોય છે. પણ કેતકીનુ ફૂલ સફેદ હોવા છતા શિવજીને ન ચઢાવવુ જોઈએ.  શિવ પુરાણ મુજબ કેતકીના ફૂલે ખોટુ બોલ્યુ હતુ તેથી શિવજીએ તેને પૂજાથી વર્જિત કરી દીધુ  
				   
				  
	
	
		 
		-હળદર- હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુઅ અને સૌભાગ્યથી છે. આ કારણે તે ભગવાન શિવને ચડાવવામાં આવતું નથી. 
 				  
		 
- ભગવાન શિવની પૂજામાં તુલસીનો પ્રયોગ પણ વર્જિત માનવામાં આવ્યો છે. ભગવાન શિવે દેવી વૃંદાના પતિ જલંધરનો વધ કર્યો હતો. દેવી વૃંદા જ તુલસીના રૂપમાં અવતરુત થઈ હતી. જેને ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી જેવુ સ્થાન આપ્યુ છે તેથી શિવજીની પૂજામા તુલસીને વર્જિત માનવામાં આવે છે. 
 
							
 
							 
																																					
									  
	 
	શિવની પૂજામાં તલ ચઢાવવામાં આવતા નથી. તલ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયા એવુ માનવામાં આવે છે. તેથી ભગવાન વિષ્ણુને તલ અર્પિત કરવામાં આવે છે. પણ શિવજીની ચઢતા નથી. 
				   
				  
	
	 
	 ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ. અક્ષતનો મતલબ હોય છે અતૂટ ચોખા જે પૂર્ણતાનું પ્રતીક  છે. તેથી શિવ જીને અક્ષત  ચઢાવતી વખતે ધ્યાન રાખો કે ચોખા તૂટેલા તો નથી ને.