મહાશિવરાત્રિ 2018 - શિવભક્તો શિવરાત્રી ક્યારે ઉજવશો 13 કે 14 તારીખે.. જાણો

શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (11:23 IST)

Widgets Magazine

શાસ્ત્રઅને પુરાણ મુજબ નિશીથ વ્યાપિની ફાગણ કૃષ્ણ ચતુર્દશી તિથિને મહાશિવરાત્રીનુ વ્રત કરવામાં આવે છે પણ આ વખતે મહાશિવરાત્રિમાં ભોલેના ભક્ત અસમંજસમાં છે. 
 
ચતુર્દ્શી તિથિ બે દિવસની હોવાને કારણે લોકો મુંઝવણમાં છે કે વ્રત કયા દિવસે કરવુ. કેટલાક મંદિરોમાં આ વ્રત 14 ફેબ્રુઆરીના રોજ પણ કરવામાં આવી રહ્યુ છે. જો કે જ્યોતિષ મુજબ 13 ફેબ્રુઆરીના રોજ વ્રત કરવુ શાસ્ત્ર સંમત રહેશે. 
 
ધર્મ સિંધુ મુજબ ચતુર્દશી તિથિ બીજા દિવસે નિશીથ કાળમાં આંશિક રૂપે વ્યાપ્ત હશે અને પહેલા દિવસે સંપૂર્ણ ભાગને વ્યાપ્ત કરે તો મહાશિવરાત્રિનુ વ્રત પ્રથમ દિવસે કરવુ જોઈએ. 
 
આચાર્ય ભારત રામ તિવારીના મુજબ આ વર્ષે ફાગણ ચતુર્દશી તિથિ 13 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ રૂપે નિશીથ વ્યાપિની છે. જ્યારે કે 14 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.13 મિનિટથી 12.48 મિનિટ સુધી નિશીથકાળમાં આંશિક વ્યાપ્ત છે.  આવામાં આ વ્રત 13 ફેબ્રુઆરીના રોજ કરવુ જોઈએ. 
 
આચાર્ય સુશાંત રાજના મુજબ ચતુર્દશી તિથિ 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10.34 મિનિટ પર શરૂ થશે અને 14 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.46 મિનિટ પર સમાપ્ત થશે. 
 
જ્યોતિષ પીપીએસ રાણા મુજબ ઈશાન સંહિતામાં વર્ણિત છે કે જે તિથિમાં અર્ધ રાત્રિ વ્યાપિની ચતુર્દશી તિથિ હોય એ તિથિમાં વ્રત કરો. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આ દિવસે શિવનો વિવાહ પાર્વતીજી સાથે થયો હતો. આ વર્ષ શિવરાત્રિ મંગળવારના દિવસે પડી રહી છે.  હનુમાનજી શિવના રૂદ્રાવતાર છે. 
 
આ રહેશે નિશીથ કાળનો સમય 
 
જ્યોતિષાચાર્ય મુજબ દૂનમાં 13 ફેબ્રુઆરીને નિશીથકાળ 12.04 મિનિટથી 12.56 મિનિટ સુધી રહેશે.  તેથી 13 ફેબ્રુઆરીના રોજ નિશીથકાળમાં ચતુર્દશી રહેશે.  14 ફેબ્રુઆરીના રોજ નિશીથકાળ પહેલા ચતુર્દશી તિથિ સમાપ્ત થઈ જશે. 
 
શિવાર્ચન કરો.. પૂરી થશે મનોકામના.. 
 
જ્યોતિષ મુજબ જેમની કુંડળીમાં પિતૃદોષ, ચાંડાળ, વિષ યોગ, શાસકીય પ્રતાડના વગેરે હોય. તેઓ આ દિવસે શિવાર્ચન કરશે તો શિવ ઉપાસકની મનોકામના પૂર્ણ થશે.  શિવરાત્રિમાં સાધના અને ગુરૂ મંત્ર દીક્ષા માટે સિદ્ધિ દાયક મૂહુર્ત હોય છે.  શિવરાત્રિનુ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ અને કલ્યાણકારી માનવામાં આવે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

Shivratri- શિવરાત્રી પર કરશો આ ઉપાય તો જીવનભર ધનની વર્ષા થશે(See Video)

Shivratri- શિવરાત્રી પર કરશો આ ઉપાય તો જીવનભર ધનની વર્ષા થશે

news

Mahashivratri 2018: કાલસર્પ દોષથી મુક્તિ માટે શિવરાત્રિ પર કરો આ ઉપાય

આ વખતે મહાશિવરાત્રિ અનેક સ્થાન પર 13 ફેબ્રુઆરી અને અનેક સ્થન પર 14 ફેબ્રુઆરીના રોજ એમ બે ...

news

9 ફેબ્રુઆરી Chocolate Day - ચૉકલેટમાં પિઘળતો રેશમ જેવું પ્યાર

પ્રેમની વાત બોલવી હોય તો ફૂલો અને ચૉકલેટ, રિસાયેલી ગર્લફ્રેંડને મનાવવી છે તો ચૉકલેટ, રડતા ...

news

શિવજીને ભાગ અને ઘતૂરો શા માટે પસંદ છે ?(See Video)

શિવજીને ભાગ અને ઘતૂરો શા માટે પસંદ છે ?

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine