ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (17:41 IST)

વિપક્ષ નેતા ધાનાણીના ગઢ ફરી ધોવાયો, ટીંબી યાર્ડમાં BJP બિનહરીફ

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલી ગઢમાં સતત ત્રીજી વખત ગાબડું પડ્યું છે. ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતન શિયાળની બિનહરીફ વરણી થતા ભાજપના કાર્યકરોમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસના વળતા પાણી થઇ રહ્યા હોઇ તેમ લાગી રહ્યું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસથી ભાજપનો ભગવો લહેરાય રહ્યો છે. તાજેતરમાં રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની બિનહરીફ વરણી થઇ હતી ત્યાર બાદ જાફરાબાદ નગરપાલિકા ભાજપની બિનહરીફ વરણી અને ફરી જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ચેતન શિયાળ,વાઇસ ચેરમેન તરીકે ગૌતમ વરૂની વરણી કરવામાં આવી છે. અહીં અમરેલી જિલ્લામાં ગુજરાત રાજયના પૂર્વ સંસદીય સચિવ અને રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી ના પ્રયાસથી ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ટીબીમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી સન્માન કરી ખુશી વ્યક્ત કરી હતી આવનારા સમયમાં કોંગ્રેસ માટે સમય વધુ કપરો આવે તેવી શક્યતા જોવા મળી રહી છે તો અહીંના હીરા સોલંકીને ભાજપ મહત્વનું સ્થાન આપે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.