શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (15:40 IST)

હનીપ્રીતનો મોબાઈલ નંબર વાયરલ.. જાણો વોટ્સએપ પર શુ છે તેનુ સ્ટેટસ

જેલમાં બંધ બળાત્કારી બાબા રામ રહીમની ધર્મ પુત્રી હનીપ્રિતિ વિરુદ્ધ હરિયાણા પોલીસે લુકઆઉટ નોટિસ રજુ કરી છે. તેના ફોન નંબરના આધાર પર લોકેશનને ટ્રેક કરવામાં આવી રહી છે. પણ આ દરમિયાન હનીપ્રીત ઈંસાનો મોબાઈલ નંબર વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે. જે ડોક્યુમેંટમાં તેનો મોબાઈલ નંબર લખ્યો છે તેમા તેના એજ્યુકેશન વિશે લખ્યુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હનીપ્રીત ફક્ત 12મુ ધોરણ સુધી ભણી છે. 
 
નેટવર્ક બહાર છે હનીપ્રીતનો નંબર 
 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ નંબર પર જ્યારે અમે કૉલ કરવાનો પ્રયત્ન કર્યો તો જાણ થઈ કે હનીપ્રીતનો આ નંબર તો સ્વિચ ઓફ છે અથવા તો નેટવર્કની બહાર છે. સમાચારનુ માનીએ તો હનીપ્રીત આ નંબર પરથી ડેરાના બાકી લોકો સાથે વાત કરતી હતી. 
 
ટ્રકોલરમાં આ નંબરને જ્યારે ટ્રેક કરવામાં આવ્યો તો નંબરના ઓનરનુ નામ GI મતલબ ગુરમીત ઈંસા આવી રહ્યુ છે. 
 
આ નંબર પર ચાલી રહેલ વોટ્સએપ 24 ઓગસ્ટના રોજ અંતિમ વાર એક્ટિવ  હતુ. 
 
સામચાર મુજબ આ નંબરની વોટ્સએપ ડીપીમાં રામ રહીમ દેખાય રહ્યા છે જે તેમની ફિલ્મ એમએસજીનુ એક દ્રશ્ય છે. બીજી બાજુ હનીપ્રીતના વોટ્સએપ સ્ટેટ્સમાં at school દેખાય રહ્યુ છે. આ નંબર પર ચાલી રહેલ વોટ્સએપ છેવટે 24 ઓગસ્ટની રાત્રે 2.25 પર એક્ટિવ રહ્યુ છે. આ ઉપરાંત ટ્રૂ કૉલરમાં તેની લોકેશન હજુ પણ હરિયાણા બતાવી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે હનીપ્રીતનો નંબર જે ડોકુમેંટ પરથી વાયરલ થયો છે તે ઈંડિયન ફિલ્મ એંડ ટેલીવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશનની સભ્ય પદનુ ફોર્મ છે. આ ફોર્મમાં રેડ સ્કેચથી લાઈફ ટાઈમ સદસ્યતા લખ્યુ છે. ફોટોમાં હનીપ્રીતનોનંબર જે  8689***777 છે. આ ફોર્મમાં પિતાના નામ સામે લખ્યુ છે સંત ડો ગુરમીત રામ રહીમ સિંહ જી ઈંસા છે.