સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 12 જૂન 2018 (16:56 IST)

આ છે ભય્યૂ મહારાજની સુસાઈડ નોટ.. જાણો શુ લખ્યુ હતુ..

હાઈ પ્રોફાઈલ રાષ્ટ્રીય સંત ભય્યૂ મહારાજે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ભય્યૂ મહારાજની સુસાઈડ કરવા પાછળ પારિવારિક ક્લેશને કારણ બતાવવામાં આવી રહ્યુ છે. પોલીસને ઘટના સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી છે.  જેમા ખૂબ જ તનાવ હોવાનો ઉલ્લેખ કર્યો છે. 
 
ભય્યૂ મહારાજે મંગળવારે બપોરે ઈન્દોરના સિલર સ્પ્રિંગ સ્થિત પોતાના બંગલા પર ખુદને ગોળી મારી લીધી.  ભય્યૂ મહારાજે તેમના નિકટના હોસ્પિટલ પહોચ્યા. જ્યા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. પછી. પોલીસ તેમના બંગલે પહોંચી જ્યા એક સુસાઈડ નોટ મળી છે. 
 
ડાયરીના એક નાનકડા પેજ પર લખેલ સુસાઈડ નોટથી જાણ થાય છે કે ભય્યૂ મહારાજ કેટલાક દિવસોથી ખૂબ જ તનાવમાં હતા. સુસાઈડ નોટ મુજબ પરિવારની જવાબદારી સાચવવા કોઈએ ત્યા હોવુ જોઈએ. હું ખૂબ જ પરેશાન થઈને તનાવ સાથે જઈ રહ્યો છુ.