કોલકાતામાં ફ્લાયઓવર પડ્યો, અનેક લોકોના દબાયેલા હોવાની આશંકા
દક્ષિણ કલકત્તામાં માઝેરહાટમાં પુલનો એક ભાગ પડી ગયો છે. પુલ નીચે અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે. દુર્ઘટના સ્થળ પર એબુલેંસ પહોંચી ગઈ છે. દુર્ઘટનામાં પાચ લોકોના મોતના સમાચાર છે. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
પુલના કાટમાળમાં દબાયેલા લોકો સાથે અનેક ગાડીઓ પણ દબાયેલી હોવાની આશંકા છે. પોલીસ અને બચાવ કર્મચારી પણ હાજર છે. એવુ કહેવાય રહ્યુ છે કે વરસાદને કારણે પુલનો ભાગ પડી ગયો છે.
આ પુલ બેહાલાથી સિયાલદહ સ્ટેશનને જોડતો હતો. માઝેરહટ રેલવે સ્ટેશન પર આ પુલ બનેલો હતો પરેશાનીની વાત એ છે કે પુલ નીચે મજૂર પણ રહેતા હતા.
સ્થાનીક લોકોએ બચાવ કાર્યમાં મોડુ થવાનો આરોપ લગાવ્યો છે. બીજી બાજુ ઘટના માટે બીજેપીએ સીએમ મમતા બેનર્જીની બેદરકારીનો આરોપ લગાવ્યો. રૂપા ગાંગુલીએ કહ્યુ કે પુલમાં પહેલાથી જ દરાર પડી હતી. પુલના રિપેયરિંગમાં બેદરકારી કરવામાં આવી.