શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (10:38 IST)

હુ મારો જીવ આપવા તૈયાર છુ, પણ સમજૂતી નહી કરુ - મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્ય કે હુ મારો જીવ આપવા તૈયાર છુ પણ સમજૂતી નહી કરુ. તેમણે કહ્યુ કે જ્યારે તમારા ટીએમસી કાર્યકર્તાઓને હાથ લગાવ્યો  ત્યારે પણ હુ રસ્તા પર ન ઉતરી. પણ મને ત્યારે ગુસ્સો આવ્યો જ્યારે તમે કલકત્તા પોલીસ કમિશ્નરની ખુરશીનુ અપમન કર્યુ. એ સંસ્થાનુ નેતૃત્વ કરી રહ્યા છે. 
 
BJD એ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનુ સમર્થન કર્યુ 
 
ઓડિશામાં સત્તાધારી બીજૂ જનતા દળ (બીજદ) અને વિપક્ષી દળ કોંગ્રેસે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર પર લગાવેલ સીબીઆઈના દુરુપયોગના આરોપોને લઈને તેમનુ સમર્થંકર્યુ. તેમણે દાવો કર્યો કે કેન્દ્રીય તપાસ એજંસીને સામાન્ય ચૂંટણી પહેલા રાજનીતિક હથિયારના રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
 
 
ચીટફંડ કૌભાંડ મામલામાં કોલકત્તા પોલીસ વડા રાજીવ કુમારની પૂછપરછ કરવા માટે સીબીઆઇની ટીમ પહોંચ્યા બાદ રાજ્યમાં રાજનીતિનો માહોલ ગરમાયો હતો. સીબીઆઇની એક ટીમ રવિવારે મધ્ય કોલક્તામાં કુમારના લાઉડન સ્ટ્રીટ સ્થિત ઘર પર પહોંચી હતી પરંતુ ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેમને અંદર જતા રોક્યા હતા અને સીબીઆઇ અધિકારીઓને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.  ધરણા પર બેસેલા મમતા બેનર્જીએ કહ્યું કે, આ એક સત્યાગ્રહ છે અને જ્યાં સુધી દેશ સુરક્ષિત થશે નહી ત્યાં સુધી ધરણા ચાલુ રાખીશ.
 
બીજી તરફ પશ્વિમ બંગાળના આસનસોલથી ભાજપના સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું કે, બેનર્જી નાટક કરી રહ્યા છે અને પોતાના ભ્રષ્ટ સહયોગીઓને બચાવવા બંધારણીય સંકટ પેદા કરી રહ્યા છે. સુપ્રીયોએ ટ્વિટ કરી કહ્યું કે, ભ્રષ્ટ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ સરકાર પર લગામ કસવા માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવું જોઇએ.