શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (17:29 IST)

ઝીરો ફીગર બનાવવા માંગતી હતી હનીપ્રીત પણ રામ રહીમે તોડ્યુ સપનુ

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમની ધર્મની બહેન હનીપ્રીત સિંહ હાલ આમતેમ ભટકવા મજબૂર છે. હરિયાણા પોલીસ અને અન્ય પાંચ એજંસીઓ તેની શોધમાં શોધ કરી રહી છે. 
 
વિશેષ વાત એ છે કે એ હનીપ્રીત જ હતી જેણે રામ રહીમને ગ્લેમરની દુનિયા તરફ ખેચ્યો અને ફિલ્મ બનાવીને હીરો બનવા મજબૂર કર્યો. પણ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ખુદ હનીપ્રીત પણ આ ઝાકળમાળ જીંદગીથી પ્રભાવિત થઈ હતી. 
 
હનીપ્રીતે તૈયારી શરૂ કરી દીધી હતી 
 
ઉલ્લેખનીય છે કે એ પણ બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફથી ખૂબ જ ઈસ્પ્યાર હતી. હનીપ્રીત પોતાનુ ફિગર કેટરીના જેવુ બનાવવા માંગતી હતી. તેણે એ માટે તૈયારી પણ કરી હતી. પણ રામ રહીમની સજાએ તેના સપના પર પાણી ફેરવી નાખ્યુ. 
 
ડેરામાં જ કરી હતી બધી વ્યવસ્થા 
 
ડેરા સાથે સંકળાયેલા સૂત્રોનુ માનીએ તો રામ રહીમને હનીપ્રીતનુ વધતુ વજન ગમતુ નહોતુ.. હનીપ્રીતને પણ આ વાતનો એહસાસ થયો હતો. હનીપ્રીતની કાયપલટ કરવા માટે ડેરામાં જ ઘણી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેને માટે શાનદાર જીમ જ તૈયાર કરવામાં આવ્યુ હતુ. 
 
બોલીવુડમાં એંટ્રી કરવા માંગતી હતી 
 
ઉલ્લેખનીય છે કે હનીપ્રીત ટૂંક સમયમાં જ બોલીવુડની ફિલ્મોમાં એંટ્રી કરવા માંગતી હતી. તેથી જ તેણે ઈંડિયન ફિલ્મ એંડ ટીવી ડાયરેક્ટર એસોસિએશન (IFTDA)માં કાયદેસર પંજીકરણ પણ કરાવ્યુ હતુ. 
 
મોડેલિંગનો પણ શોખ હતો 
 
હાલ સંતાવવા માટે મૉડલ બનીને દેશના વિવિધ શહેરોમાં ભટકી રહેલ હનીપ્રીત બોલીવુડ ફિલ્મોની પણ ખૂબ શોખીન હતી. એ જ કારણ છે કે તેણે રામ રહીમ સાથે તેની ફિલ્મોમાં પણ લીડ અભિનેત્રીનો રોલ પ્લે કર્યો. 
 
ડાયેટિંગ તેના ગજાની વાત નથી 
 
ડેરા અને હનીપ્રીતના માહિતગારોનુ માનીએ તો રામ રહીમ જ ધર્મની પુત્રી જીરો ફિગર ઈચ્છતી તો હતી પણ એ માટે મહેનત કરવાની તેને બીક પણ લાગતી હતી.  એ ડાયેટિંગ તો કરી જ નહોતી શકતી. 
 
જેલમાં ઈચ્છા થઈ શકે છે પૂરી 
 
આવામાં હનીપ્રીતના જીરોફિગરનો થવાનો તો સવાલ જ નથી ઉઠતો. સૂત્રોમાં મજાક એવી પણ થઈ રહી છે કે હનીપ્રીતની આ ઈચ્છા જેલમાં જરૂર પૂરી થઈ શકે છે.  જ્યારે તેને જેલમાં મહેનત કરવી પડશે તો તે એકદમ ઝીરો ફીગર થઈ જશે.