મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (14:33 IST)

દેશમાં આજથી ત્રણ તલાક ખતમ, જાણો સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોણે શુ કહ્યુ

છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં ચાલી રહેલ ત્રણ તલાકના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે મંગળવારે નિર્ણય સંભળાવ્યો.. કોર્ટે સ્પષ્ટ રૂપે આ મુદ્દા પર દખલ આપવાથી ઈનકાર કરી દીધો છે.  5 જજોની સંવૈધાનિક બેંચે આ નિર્ણય પર શુ કહ્યુ.. વાંચો અપડેટ 
 
- ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય મુસ્લિમ મહિલાઓ માટે સ્વાભિમાન પૂર્ણ અને સમાનતાના એક નવા યુગની શરૂઆત - બીજેપી પ્રમુખ અમિત શાહ 
- આ નિર્ણય સત્ય, વાસ્તવિકતા અને યોગ્ય ઈસ્લામને ઉજાગર કરે છે  સલમાન ખુર્શીદ 
- જે થવાની આશા હતી તે થઈ ગયુ... આ એક સારો નિર્ણય છે - સલમાન ખુર્શીદ 
- આ એક સારો નિર્ણય છે અને લૈગિક સમાનતા અને ન્યાયની તરફ એક પગલુ - મેનકા ગાંધી 
- એ મુસ્લિમ સ્ત્રીઓનું શુ જે નિર્ણય પછી પણ તલાકને મંજૂર કરી લેશે ? દરેક મુદ્દે વિશે વિચારવુ જોઈએ - જફરયાન જિલાની, AIMPLB
- સુપ્રીમ કોર્ટના નિર્ણયનુ અમે પણ સન્માન કરીએ છીએ. આજના નિર્ણય વિશે અમે પણ વિચારીશુ - જફરયાબ જિલાની, AIMPLB 
- 3 તલાક પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પીએમ મોદીના બનારસમાં જશ્ન.. ફટાકડા ફુટ્યા.. મુસ્લિમ મહિલાઓએ કહ્યુ જીત અમારી થઈ. 

- લખનૌ - ઓલ ઈંડિયા મુસ્લિમ વિમેન્સ પર્સનલ લૉ બોર્ડની પ્રેસિડેંટ શાઈસ્તા અંબરે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી બતાવી. 
- ભારત સરકાર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી ચુક્યુ છે - યોગી આદિત્યનાથ 
-યૂપી સીએમ યોગી આદિત્યનાથે ત્રણ તલાક પર નિર્ણયનું સ્વાગત કર્યુ કહ્યુ - સર્વસંમત્તિથી થતુ તો સારુ થતુ.. અડધી વસ્તીને ન્યાય મળશે. મહિલા સશકતીકરણની દિશામાં સારો પ્રયાસ. 
- મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિને સમજવામાં આવે. આ નિર્ણયને માનવામાં આવે અને જલ્દી જલ્દી કાયદો બને - શાયરા બાનો 

-નિર્ણયનુ સ્વાગત છે અને સમર્થન કરુ છુ.. મુસ્લિમ મહિલાઓ માટે ખૂબ ઐતિહાસિક દિવસ છે - શાયરા બાનો