ઉંઘમાં મહિલાએ ટ્રેનમાં ટોયલેટને બદલે ખોલી નાખ્યો મોતનો દરવાજો

નવી દિલ્હી| Last Modified મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (11:08 IST)
. જોધપુરથી ભોપાલ પરત ફરી રહેલ એક મહિલાનું ટ્રેનમાંથી પડીને એ સમયે દુર્ઘટનાનો ભોગ બની જ્યારે તેણે બાથરૂમના બદલે ભૂલથી મેન ગેટ ખોલી નાખ્યો. દુર્ઘટના પચેહે મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યા તેનુ મોત થઈ ગયુ.
મહિલા મધ્યપ્રદેશના ગુનાની રહેનારી હતી. તે પોતાના પુત્ર પાસે જોધપુર ગઈ હતી. જોધપુરથી પરત ફરતા આ દુર્ઘટના થઈ.
train
રાત્રે થઈ દુર્ઘટના

મૃતકા રાજકુમારી પોતાના પતિ રાજેન્દ્દ્ર શર્મા સાથે જોધપુરથી ભોપાલ પરત ફરી રહી હતી. મુંગાવલી-હિનોતિયા વચ્ચે રાત્રે લગભગ સાઢા 10 વાગ્યે રાજકુમારીએ ટ્રેનના મુખ્ય ગેટના ટૉયલેટનો દરવાજો સમજીને ખોલી નાખ્યો અને આગળ પગ વધારી દીધા. તે ચાલતી ટ્રેનમાં પડી તો ગેટ પાસેની સીટ પર બેસેલી સવારીએ બુમાબૂમ કરી.
હોસ્પિટલમાં તોડ્યો દમ

રાજકુમારી પડ્યા પછી તેના પતિએ ચેન પુલિંગ કરી ટ્રેન રોકી. તેમણે ડ્રાઈવરને બધી વાત કરી તો ડ્રાઈવરે ડીઆરએમ સાથે વાત કરી ટ્રેનને પાછળ લીધી. લગભગ એક કિલોમીટર ચાલ્યા પછી ઘાયલ રાજકુમારીને ઉઠાવવામાં આવી અને અશોકનગર હોસ્પિટલ લઈ જવામાં આવી. અહી સારવાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ.

ત્રણ દિવસથી ઉંઘી નહોતી રાજકુમારી

મૃતકાના પતિ રાજેન્દ્ર શર્માએ જણાવ્યુ કે તેમનો પુત્ર જોધપુરમાં રહે છે. તેમના પુત્રએ જોધપુરમાં ફ્લેટ લીધો હતો. તેથી બંને ત્યા પૂજામાં ગયા હતા. ત્રણ દિવસ સુધી પૂજા પાઠ ચાલી અને તેથી રાજકુમારીની ઉંઘ પુરી થઈ
નહોતી.
તે રાત્રે ટોયલેટ જવા ઉઠી ત્યારે ઉંઘમાં આ દુર્ઘટના થઈ.


આ પણ વાંચો :