શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By
Last Updated : ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (18:28 IST)

#Navratri માં આવી મહિલાઓના નાક પર નિખરતી નથની ફેશન

નવરાત્રીને શરૂ થવામાં હવે ઝાઝો સમય નથી  ત્યારે ખેલૈયાઓ સજી ધજીને મેદાને ઉતરવા તૈયાર થઈ ગયા છે.ત્યારે આ નવરાત્રીમાં ફરીથી નારીની નજાકત નિખારતી 'નથ'ની ફેશન આવી ગઈ છે. ભારતીય સંસ્કૃતિમાં નાકની 'નથ'નું અનોખું મહત્ત્વ છે. ગુજરાતી, મારવાડી, મરાઠી, બંગાળી, આસામી, તામિલ, તેલગુ વગરે બધા જ સમાજમાં 'નથ'ને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. ભારતીય પરંપરા અનુસાર પહેલાં ફક્ત સૌભાગ્યવતી સ્ત્રીઓ જ નાકમાં નથણી પહેરતી હતી.અને તે તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવતી હતી. અને હવે તો ઉત્તર ભારતની ઘણી જ્ઞાતિઓમાં તો સ્ત્રી સૌંદર્યને વધારવા મોટી-મોટી નથપહેરવાનો રિવાજ છે. જ્યારે દક્ષિણ ભારતમાં સ્ત્રીઓ એક નહીં પણ ત્રણ નથ પહેરે છે. બે નસ્કોરામાં અને એક વચ્ચે. અત્યારે સોના, ચાંદી અને પ્લેટિનમની નથણીમાં અનેક વેરાયટી મળી રહે છે.હવે દુલ્હન સિવાય અત્યારે સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થિનીઓ પણ નોઝ રિંગ એટલે કે નથણી પહેરવાનું પસંદ કરે છે. યુવતીઓ અત્યારે સામાન્ય નોઝ રિંગની સાથોસાથ સોનાની, હીરાજડિત અને રંગીન નથણી પહેરવાનું પસંદ કરે છે. વાળી પહેરવા નાકમાં કાણું પડાવવું જરૃરી બને છે. જે તરુણીઓ એમ કરાવવા ન ઇચ્છતી હોય તો તેમને માટે માર્કેટમાં વિકલ્પ ઉપલબ્ધ છે.પરંતુ હવે તો નથ પહેરવાની ફેશન થઈ જતાં તે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. સોનાના પાતળા તારમાં નાના પેન્ડન્ટ જેવી નથ હોય છે તેમાં કીમતી રત્નો અને મોતી જડવામાં આવે છે.પેન્ડન્ટ જેવી નથ ઉપલા હોઠની ઉપર લટકતી હોય છે. નથમાં મોરની ડિઝાઈન બનાવવામાં આવે છે. વચ્ચે બે મોર અને તેના પીંછાની કળાવાળી ડિઝાઈન ખૂબ જ લોકપ્રિય છે.આ પ્રકારની નથને 'મોર'ની કહેવાય છે. અને તેમાં રંગીન અને સફેદ કુંદન જડવામાં આવે છે. જ્યારે 'બેસર' નામની નથમાં મોરપીંછની કળાને વર્તુળાકારે દર્શાવવામાં આવે છે. જેમાં સોનું વધારે અને રત્નો ઓછા હોય છે.ઘણી છોકરીઓ નાક વીંધાવતા ડરતી હોય છે, આવી છોકરીઓના લગ્ન થાય ત્યારે પહેરવા માટે આર્ટિફિશિયલ ક્લીપવાળી નથ આવે છે. જેનાથી નાકને તકલીફ નથી થતી અને ચહેરો પણ સુંદર દેખાય છે.