હાર્દિક પટેલના કાફલાને હળવદ નજીક અકસ્માત: 6 પાટીદારને ઇજા

શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (10:01 IST)

Widgets Magazine

hardik patel

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાલમાં સોમનાથ યાત્રાએ નિકળ્યાં છે. તેમની સાથે 180થી પણ વધુ ગાડીઓનો કાફલો છે. ત્યારે હળવદ નજીક હાર્દિક પટેલના કાફલાને આજે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 6 જેટલા વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતની જાણવા મળતી વિગત મુજબ રોડ-શો દરમિયાન એક ગાડીમાંથી એક વ્યક્તિ પડી ગઈ હતી. એ કારણે એ ગાડીએ બ્રેક મારતા એક પછી એક 6 જેટલી ગાડી અથડાઈ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. કસ્માતમાં ઇજા પામનારમાં અંકિત પટેલ, રાહુલ પટેલ, કમલેશ પટેલ, પ્રિતેશ પટેલ, નિલેશ પટેલ સહિત 6ને ઇજા થતાં 108 મારફતે મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા. જો કે તમામને નાની-મોટી ઇજા થઇ હતી. પણ તેમ છતાં પાટીદાર આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે દ્વારા 182થી વધુ ગાડીઓના કાફલા સાથે અમદાવાદથી સોમનાથ સુધી અનામત અધિકાર સંકલ્પ યાત્રા યોજી છે. જેનો આજે બીજો દિવસ છે. 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

લંડન ટ્યૂબ ટ્રેન વિસ્ફોટ - અંડર ગ્રાઉંડ ટ્રેનમાં વિસ્ફોટ થતા અનેક લોકો દઝાયા

દક્ષિણ પશ્ચિમ લંડનના પાર્સસ ગ્રીન અંડરગ્રાઉંડ રેલવે સ્ટેશન પર થયેલ વિસ્ફોટ પછી મચેલી ...

news

#Porn Ban- પોર્ન બેન પર સરકારનું વલણ - તમે પણ કમેંટ કરો - શું છે તમારા વિચાર

પોર્ન બેન પર પ્રતિબંધની ચર્ચાના વચ્ચે આજે કેંદ્ર સરકારએ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યા કે ...

news

રાજકોટમાં અનોખો વિરોધ, 'વિકાસનું મૃત્યુ, ભાજપના દીકરાની

ગુજરાતમા હવે કોંગ્રેસ દ્વારા ભાજપનો વિરોધ એક અનોખા અંદાજમાં કરવાનું શરૂ કર્યું છે. ...

news

મતદારોને આકર્ષવા કોંગ્રેસનું બેરોજગારી નોંધણી અભિયાન શરૂ

કોંગ્રેસ પક્ષ દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના ...

Widgets Magazine