સુરતમાં કોંગ્રેસના સત્યવિજય સંમેલનમાં ઈમાનદાર ધારાસભ્યોનું સન્માન કરાયું

મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (16:57 IST)

Widgets Magazine

ભાજપની નિમ્નસ્તરે ઉતરી ગયેલી રાજનીતિનો મુદ્દો આગળ ધરીને હવે વિધાનસભાની આગામી ચૂંટણીમાં તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવા કમરકસી રહી છે. આજે સંમેલનનું ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરાયું છે. જેમાં કોંગ્રેસના 43 ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું છે. અહેમદ પટેલ અને અન્ય મોટા નેતાઓની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો છે. કોંગ્રેસના સત્યવિજય સંમેલનમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા, શહેરોના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમ ઈલેકશનલક્ષી અને સંગઠનને વેગવંતુ તથા મજબુત બનાવવા માટે પણ હોવાનું અગ્રણીઓ જણાવી રહ્યાં છે. અહેમદ પટેલની ગુજરાત રાજ્યસભાની બેઠકમાં જીત થતાં આ મામલે ભાજપને પિછેહઠ મળતા કોંગ્રેસમાં જાણે નવા પ્રાણ પુરાયા હોય તેમ કાર્યકરો અગ્રણીઓમાં એક ઉત્સાહ જણાય રહ્યો છે. કોંગ્રેસમાં જુથવાદ અને કેટલાંક ફૂટેલી કારતૂસ જેવા લોક નેતાઓને લીધે સુરતમાં કોંગ્રેસ નબળી પુરવાર થઈ હતી. પરંતુ આટઆટલા અનુભવો છતાં તેમાંથી શીખ મેળવી નહી શકતા વિધાનસભા બેઠક હજી એક પડકાર રૂપ હોવાનું કહેવાય રહ્યું છે. કોંગ્રેસના નેતાઓમાં નવો ઉત્સાહ જણાતા આ કોંગ્રેસ માટે મહત્વનું બની રહેશે. અને તેમાં એકતા દાખવીને યોગ્ય ઉમેદવારની જાહેરાત કરાય તો ભાજપને હંફાવી શકે તેમ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદી આવે છે એટલે રસ્તા રીપેર થાય છે. બાકી લોકોને કોર્પોરેશનનું રામનામ જ સાંભળવુ પડતું

ગુજરાતમાં થયેલા અતિભારે વરસાદને પગલે સમગ્ર રાજ્યમાં રોડ અને હાઈવેને ભારે નુકસાન થવા ...

news

હાર્દિક પટેલની ધરપકડ અજ્ઞાત સ્થળે લઈ જવાયો, વિજાપુરમાં ટાયરો સળગાવ્યાં

વિદ્યાનગર ખાતે ગણેશોત્સવના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહેલા ‘પાસ’ કન્વીનર ...

news

વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી પાંચ ગામો સંપર્ક વિહોણા, ઢાઢર નદીમાં પાણીની આવકથી તોફાન વધ્યું

ગુજરાતમાં શનિવારથી જ ભારે વરસાદની પધરામણી થઈ ગઈ છે. ત્યારે રાજ્યના અનેક શહેરો વરસાદથી ...

news

જેલના સળિયા પાછળ રામ રહીમ, બળાત્કારી બાબાને 20 વર્ષની સજા, જાણો કોર્ટની કાર્યવાહીની 10 મોટી વાતો

સાધ્વી પર રેપના મામલામાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને સ્પેશયલ સીબીઆઈ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine