આ વખતે કાંકરિયા કાર્નિવલની થીમ હેરિટેજ આધારિત હશે, મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા

શનિવાર, 23 ડિસેમ્બર 2017 (13:12 IST)

Widgets Magazine
Kankaria Carnival


વિધાનસભા ચૂંટણી બાદ યોજાઇ રહેલાં કાંકરીયા કાર્નિવલનાં ૧૦માં વર્ષની ઉજવણી હેરિટેજ થીમ આધારિત કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધારે તેવી ધારણા સેવાઇ રહી છે. મેયર ગૌતમ શાહે કાંકરીયા કાર્નિવલની વિગતો આપતાં કહયું કે, દર વર્ષની જેમ આ વર્ષે યોજાનારા કાર્નિવલની વિશેષતા એ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૮માં શરૂ કરાવેલાં કાર્નિવલનાં નવ વર્ષ પૂરા થયા છે અને દસમા વર્ષમાં પ્રવેશ થતો હોવાથી તેમજ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનુ બિરૂદ પ્રાપ્ત થયુ છે તેથી કાર્નિવલની અલગ ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે.

તેમાં મુખ્યત્વે કાર્નિવલની ઉજવણી હેરિટેજ થીમ ઉપર કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં વધુ વિગતો આપતાં મેયરે કહયું કે, કાંકરીયા લેકફ્રન્ટમાં દર વર્ષે યોજાતાં પરંપરાગત અને રાબેતા મુજબનાં કાર્યક્રમો તો યોજાશે જ તેની સાથે સાથે હેરિટેજ થીમ મુજબ શહેરનાં વિવિધ દરવાજા સહિતની પ્રતિકૃતિઓ મુકવામાં આવશે.  હેરિટેજ સિટી જાહેર થયેલાં અમદાવાદનાં વિવિધ સ્થળોએ પણ ઉજવણી કરવાનાં નિર્ણયનાં ભાગરૂપે ૨૬મી તારીખે ભદ્ર પ્લાઝા ખાતે શેડો પરફોર્મન્સ, અમદાવાદ શહેર ઉપરનાં ગીતો તથા સુફી સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવશે.  માણેકચોકમાં ૨૮-૨૯ તારીખે પોળ પોળ અમદાવાદની ઓળખ પોળ વિષયને લઇ નાટક ભજવવામાં આવશે. હેરિટેજ થીમ ઉપર ઉજવણીની સાથે લેકચર સીરીઝ ઓન હેરિટેજનુ આયોજન કરવામાં આવ્યુ છે તેવી માહિતી આપતાં મેયરે કહયું કે, ૨૬મીએ એએમએ ખાતે, ૨૭મીએ એલ.ડી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી ખાતે, ૨૮મીએ એએમએ ખાતે તથા ૨૯મીએ નવરોજી હોલ ખાતે નિષ્ણાત પ્રોફેસરો દ્વારા પ્રવચન સહિતની જાણકારી આપવામાં આવશે. કાંકરીયા કાર્નિવલમાં ઉમટતાં લાખો નાગરિકોની સુરક્ષા માટે પગલા લેવાઇ રહયાં છે અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવશે તેમ કમિશનર મુકેશકુમારે જણાવ્યું હતું.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કાંકરિયા કાર્નિવલ થીમ હેરિટેજ આધારિત ૧૦માં વર્ષની ઉજવણી નરેન્દ્ર મોદી ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી પ્રધાનમંત્રી વિધાનસભા ચૂંટણી Gujarati Samachar Kankaria Carnival Gujarati News Gujrati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ ત્રણમાંથી કોઈએ એકની પસંદગી થઈ શકે

ગુજરાતમાં ફરી એક વખત ભાજપ સત્તામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ ...

news

સંઘથી ગુજરાત રાજ્યના સીએમ સુધી વિજય રૂપાણી એક કુશળ સંગઠક

ગુજરાતમાં સોળ મહિનાના શાસનમાં પાટીદાર અનામત આંદોલન, ઓબીસી આંદોલન અને દલિત આંદોલન સહિતના ...

news

હું ગુજરાતની જનતા માટે લડતો રહીશ પણ કાયરોની જેમ ઘરમાં નહીં બેસુ - હાર્દિકની ફેસબુક પોસ્ટ

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ખુબ જ ...

news

Bucket List 2017: આ વર્ષ પુરૂ થતા પહેલા આ કામ જરૂર કરી લો..

તમારી ઓફિસની બચેલી રજાઓનો ઉપયોગ કરો.. - તેમને થેંક્સ કહો જેમણે વર્ષભરમાં ક્યારેય તમારી ...

Widgets Magazine