શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 એપ્રિલ 2018 (16:57 IST)

300થી વધુ ગામની 1400 હેક્ટર ખેતીની જમીન પર બુલેટ ટ્રેન ફરી વળશે

એક તરફ બુલેટ ટ્રેનના સ્વપ્ન ગુજરાતની જનતાને બતાવાઇ રહ્યા છે, ત્યારે બીજી તરફ આ બુલેટ ટ્રેન ખેડૂતોની 1400 હેક્ટર જમીન ઉ૫ર ફરી વળનાર હોવાનું બહાર આવ્યું છે. તેના કારણે ગુજરાતના 20 હજારથી વધુ ખેડૂતો પ્રભાવિત થશે. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હાલ શરૂ થયેલી જમીન સંપાદન પ્રક્રિયાનો ખેડૂતોમાંથી ભારે વિરોધ ઉઠવા માંડ્યો છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અમિરો માટે દોડનાર આ ટ્રેન જગતના તાત એવા અનેક કિસાનોને પાયમાલ કરી નાખશે તેવા આક્ષેપો થઇ રહ્યા છે.

ખેડૂત સંગઠનોના આક્ષે૫ અનુસાર બુલેટ ટ્રેન માટે આશરે 409 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવી ૫ડશે. 1400 હેક્ટર જમીન ખેડૂતો પાસેથી આ પ્રોજેક્ટના બહાને આંચકી લેવામાં આવશે.  ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરતમાં જમીન આપવાનો ખેડૂતોએ ઈન્કાર કરી દીધો છે. ગુજરાતમાં 300 જેટલાં ગામના ખેડૂતની જમીન ટ્રેનમાં જતી રહેવાની છે. હવે મહારાષ્ટ્રના 108 ગામના ખેડૂતોએ જમીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. 409 ગામના ખેડૂતોની કૂલ 1400 હેક્ટર જમીન બુલેટ ટ્રેન ઓહિંયા કરી જશે. જે એક અંદાજ પ્રમાણે 20 હજારથી પણ વધું ખેડૂતો તેના કારણે અસરગ્રસ્ત બનશે. આમ શ્રીમંતો માટે દોડનારી બુલેટ ટ્રેન ગરીબ ખેડૂતોની જમીન પર દોડશે. ગુજરાત અને મુંબઈમાં ખેડૂતોની જમીન જપ્ત કરવા માટે જાહેર નોટિસ આપવામાં આવી છે. જેમાં સુરતના 28 ગામના નોટિફેકેશન બહાર પડતાં તેનો ભારે વિરોધ થયો છે. વલસાડ, નવસારીમાં પણ 300 જેટલાં ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો છે. મહારાષ્ટ્રના થાણે અને પાલઘન એમ બે જિલ્લામાં 108 ગામના ખેડૂતો પણ વિરોધમાં છે. જેમાં ખાસ કરીને દીવા, આગાસન, પડલે, દેસઈ, મ્હાતર્ડી જેવા ગામોનો સમાવેશ થાય છે. થાણે મહાનગરપાલિકાની 37 એકર જમીન ટ્રેન માટે અનામત નથી છતાં તે લઈ લેવામાં આવી રહી છે જેનો પણ વિરોધ છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોનો મુખ્ય વાંધો છે.