'સાગર' વાવાઝોડાનો ગુજરાત પર ખતરો નહીં, બંદરોમાં 'સિગ્નલ-૨' જારી

શુક્રવાર, 18 મે 2018 (14:09 IST)

Widgets Magazine


'સાગર' વાવાઝોડું ત્રાટકવાની આગાહીને પગલે ગુજરાતના બંદરોમાં એલર્ટ જારી કરવામાં આવી છે. જોકે, 'સાગર' વાવાઝોડું ગુજરાતામાં આવતા સુધીમાં નબળું પડી જાય તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે તકેદારીના ભાગરૃપે ગુજરાતના બંદરોમાં 'સિગ્નલ-૨'ની ચેતાવણી જાહેર કરી છે. ગુજરાતના હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, 'ગુજરાતના દરિયાકાંઠાથી વાવાઝોડું ૩૯૦ કિલોમીટર દૂર છે અને તેના પવનની ગતિ ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાક છે. કોઇ પણ દરિયાકાંઠા સુધી પહોંચતા અગાઉ તેની ઝડપ ૭૦ થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાક થઇ શકે છે. ' બે દિવસ અગાઉ જે લો પ્રેશર સર્જાયું હતું તે હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને તેણે પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરીને યમન, સોમાલિયાની વચ્ચે એડનની ખાડીમાં પ્રવેશ કર્યો છે. હાલમાં આ સિસ્ટમ એડનની ખાડીમાં છે અને વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. જે પણ વહાણ અરેબિયન સમુદ્રથી ગલ્ફના દેશમાં જઇ રહ્યા હોય તેમને ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જ થોડો સમય રહેવા સૂચના આપવામાં આવી છે. આ વાવઝોડું નબળું પડે નહીં ત્યાં સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ અપાઇ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાવાઝોડાનો ગુજરાત પર ખતરો ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર 'સાગર' Gujarat News Gujarat Samachar બંદરોમાં 'સિગ્નલ-૨' જારી Gujarati #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો વજુભાઈ વાળાના ઘરે પહોંચ્યા, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

કર્ણાટકના નાટક બાદ દેશમાં ચારેબાજુ હલ્લાબોલની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કર્ણાટકના ...

news

લ્યો બોલો બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા નિબંધે ભાંડો ફોડ્યો,

તાજેતરમાં રાજ્યમાં લેવામાં આવેલી SSC બોર્ડની પરિક્ષામાં અંગ્રેજી ભાષાના પેપરમાં ફક્ત ચોરી ...

news

પ્રેમીની ગંદી માંગણીથી ઉશ્કેરાયેલી પ્રેમિકાએ અગ્નિસ્નાન કરી લીધું

દિવસે દિવસે મહિલાઓ પર અત્યાચાર થવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સુરતમાં એક એવા બનાવે ...

news

RCBvSRH: મેચ પછી વિરાટે એબીડી માટે કર્યુ આ ખાસ ટ્વીટ, બતાવ્યો સ્પાઈડરમેન

ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સીઝનમાં ગુરૂવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રૉયલ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine