ઈ-મેમોની શરૂઆત - પહેલા જ દિવસે 1000 ઇ-મેમો ફટકારાયા

સોમવાર, 16 એપ્રિલ 2018 (13:36 IST)

Widgets Magazine
e memo


 ઇ-મેમો ફરી શરૂ થતાં જ રવિવારની રજામાં ઓછા ટ્રાફિક વચ્ચે પણ લોકોમાં સ્વયંશિસ્તના દર્શન થવા લાગ્યાં છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની ઈ-મેમો પદ્ધતિ ફરી શરૂ થઈ છે. શહેરના રસ્તાઓ ઉપર ટ્રાફિકના નિયમોની ‘ઐસી-તૈસી’ કરતાં વાહનચાલકો કેમેરામાં કેદ થઈ જશે અને ઘરે જ ઈ-મેમો ફટકારવામાં આવશે. ત્રણ મહિના પછી ફરી ઈ-મેમો બનાવવાનું શરૂ થયું તેના પહેલાં દિવસે ટ્રાફિક પોલીસે વધીને 1000 ઈ-મેમો બનાવ્યાં છે. ટ્રાફિક શાખાના ઉચ્ચ સૂત્રોનું કહેવું છે કે, લોકોને ખોટા ઈ-મેમો ન મળે તેની ચિવટ રાખવા માટે જરૂરી સિસ્ટમ ગોઠવાઈ રહી છે. બે-ત્રણ દિવસમાં દરરોજના 5000 ઈ-મેમો તૈયાર થઈ જશે.

ટ્રાફિક નિયમભંગ કરનાર વાહનચાલકોને આગામી બુધવાર, ગુરૂવારથી ‘સ્પીડપોસ્ટ’માં ઈ-મેમો મળતાં થઈ જશે. ઈ-મેમો મળતાં લોકો જુની પદ્ધતિએ જ દંડ ભરવાનો રહેશે.  આજથી ટ્રાફિક ઈ-મેમો સિસ્ટમ ચાલુ થતાં જ હેલમેટની ખરીદી જોવા મળી હતી. કેમેરામાં હેલમેટ વગર પકડાઈ ન જવાય તે માટે અસંખ્ય વાહનચાલકોએ રવિવારની રજાના દિવસે હેલમેટની ખરીદી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આજે ઓછો ટ્રાફિક હોવા છતાં વાહનચાલકો ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઉભા રહેવાથી માંડી કોઈપણ પ્રકારના ટ્રાફિક નિયમભંગ ન થાય તેની તકેદારી રાખવા જાગૃત જોવા મળતાં હતાં. ઈ-મેમો પદ્ધતિ ફરી શરૂ થતાં કેમેરાની ‘તિસરી આંખ’થી બચવા માટે લોકો વધુ સતર્ક થઈ ગયાં છે. આવનારાં દિવસોમાં ટ્રાફિક ઈ-મેમોની સંખ્યા વધશે તેમ સ્વયંશિસ્ત વધવા પોલીસ આશાવાદી છે. નવી પદ્ધતિના ઈ-મેમોના પૈસા ભરવા માટે પ્રજાજનો નજીકના પોલીસ સ્ટેશન, કોઈપણ ટ્રાફિક પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનર કચેરી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઉપરાંત 
https://payahmedabadechallan.
org/ ઉપર દંડની રકમ ઓનલાઈન ભરી શકાશે. ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે, લોકોને ઈ-મેઈલથી કે SMSથી ઈ-મેમો મળે તેવી વ્યવસ્થા ગોઠવતાં સમય લાગશે. કારણ કે, RTOના ડેટામાં હજુ લોકોના ઈ-મેઈલ આઈડી અને ફોન નંબરની સુધારણા ચાલી રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
1000 ઇ-મેમો ફટકારાયા Sports Cricket America Team India Gujarati News ઈ-મેમોm Gujarat Samachar E Memo Start News Business News Pm Narendra Modi Latest Gujarat Samachar Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati Samachar #webdunia Gujarati #gujarati Webdunia

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોમનવેલ્થ ગેમ્સ - ભારતના 26માંથી 10 ગોલ્ડ રેલવે એથલીટ્સે જીત્યા, ભારતીય દળમાંથી 25% ભાગીદારી

21માં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની યાત્રા શાનદાર રહી. ભારતે અહી 26 ગોલ્ડ સાથે 66 મેડલ ...

news

Porbandar - પોરબંદરના રાણાવાવમાં બે જૂથો વચ્ચેની અથડામણમાં ભાજપના નગરસેવકની હત્યા

પોરબંદરના રાણાવાવમાં સોમવારે બે જૂથ વચ્ચે અથડામણ થતા પાલિકાના ભાજપના નગર સેવક અને ભાજપના ...

news

અમદાવાદીઓને મેટ્રો રેલની સફર માણવા માટે દસ મહિના રાહ જોવી પડશે

પોરબંદરના રાણાવાવમાં સોમવારે બે જૂથ વચ્ચે અથડામણ થતા પાલિકાના ભાજપના નગર સેવક અને ભાજપના ...

news

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી 79 લોકો બેભાન થઇ ગયા ! 385 લોકોને લૂ લાગી

રાજ્યમાં તા૫માનનો પારો જેમ જેમ ઉ૫ર જઇ રહ્યો છે તેમ તેમ લોકો અસહ્ય ગરમીથી અકળાઇ રહ્યા છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine