શુ છે બહુમત પરીક્ષણ ? જાણો કેવી રીતે નક્કી થાય છે કે કોની બનશે સરકાર
કર્ણાટકના રાજનીતિક ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ-જેડીએસની અરજી પર શનિવારે કર્ણાટક વિધાનસભામાં બહુમત પરીક્ષણ કરાવ્વાનો આદેશ અપયો છે. સદનમાં શક્તિ પરીક્ષણ પ્રોટેમ સ્પીકરના જી બોપૈય્યાની દેખરેખમાં થશે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમની આજે જ પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂંક કરી છે. કોંગ્રેસ અને જેડીએસે દાવો કર્યો હતો કે બહુમત તેમના ગઠબંધન પાસે છે. જ્યારે કે રાજ્યપાલે બીજેપીને સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ છે અને યેદુરપ્પાને મુખ્યમંત્રી બનાવી દીધા. ગવર્નરના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસ અને જેડીએસે બુધવારની રાત્રે જ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. શુક્રવારે તેની અરજી પર સુનાવણી કરતા કોર્ટે રાજ્યપાલના નિર્ણયને પલટતા થયો 28 કલાકમાં વિશ્વાસ મત પરીક્ષણ કરાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યુ કે આ સમગ્ર મામલો નંબર ગેમનો છે. તેથી શક્તિ પરીક્ષણ જરૂરી છે.
બહુમત પરીક્ષણ શુ હોય છે - જ્યારે કોઈ વિધાનસભામાં કોઈ એક પાર્ટી કે ગઠબંધનને ચૂંટણીમં બહુમત મળતો નથી ત્યારે રાજ્યપાલ પોતાના વિવેક મુજબ સૌથી મોટા દળ કે સૌથી મોટા ગઠબંધનને જેની પાસે સૌથી વધુ ધારાસભ્યોનુ સમર્થન પ્રાપ્ત હોય છે તેને સરકાર બનાવવાનુ આમંત્રણ આપે છે અને જ્યારે તેમને આ વતનો શક થાય છે કે સરકાર પાસે બહુમત પ્રાપ્ત નથી ત્યારે એક સમય સીમા હેઠળ સદનમાં બહુમત સાબિત કરવાનુ કહે છે. બહુમત પરીક્ષણના દિવસે સરકારની તરફથી સદનમાં વિશ્વાસ મત પ્રસ્તાવ મુકવામાં આવે છે. પછી તેના પર ચર્ચા થાય છે. પક્ષ અને વિપક્ષના નેતા તેના પર ચર્ચા કરે છે.
વોટિંગની શુ છે જોગવાઈ ? સદનમાં ચર્ચા પછી સ્પીકર કે પ્રોટેમ સ્પીકર હાજર ધારાસભ્યોને ગુપ્ત મતદાન કે ધ્વનિમતથી વિશ્વાસ મતના સમર્થન અને વિરોધમાં વોટિંગ કરાવે છે. જો વિશ્વાસ મત પ્રસ્તાવના સમર્થનમાં વધુ ધારાસભ્યો વોટ આપ્યો કે હાથ ઉઠાવીને પોતાનુ સમર્થન બતાવ્યુ કે અવાજથી સમર્થન બતાવ્યુ ત્યારે માનવામાં આવે છે કે સરકારને સદનમાં વિશ્વાસ પ્રાપ્ત છે મતલબ બહુમત મેળવ્યુ છે.
પરંતુ જ્યારે વિરોધમાં વધુ વોટ પડે છે ત્યારે માનવામાં આવે છે કે સરકાર પાસે બહુમત નથી અને પરિણામ સ્વરૂપ સરકાર પડી જાય છે. વર્તમાન કર્ણાટક વિધાનસભામાં બહુમતનો આંકડો 112 છે. જો બીજેપેની યેદિયુરપ્પા સરકાર આજે શનિવારે 112 ધારાસભ્યોનુ સમર્થન મેળવી લે છે તો યેદુરપ્પા સરકાર બચી જશે. નહી તો સીએમને રાજીનામુ આપવુ પડી શકે છે. હાલ બીજેપીના 104 ધારાસભ્ય છે. કોંગ્રેસના 78 અને જેડીએસ-બીએસસીના 38 ધારાસભ્ય છે.