સાબરમતી જેલમાંબાદ પોલીસનો હળવો લાઠીચાર્જ

શુક્રવાર, 18 મે 2018 (14:19 IST)

Widgets Magazine
sabarmati jail


અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે થયેલી તકરાર બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ખુલ્લા હાથે મારા-મારી થઇ હતી, ત્યારે જેલમાં પોલીસને કેદીઓ ઉપર હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જેમાં દસ જેટલા કેદીઓના ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. જેલમાં આજે વકીલો મુલાકાતે ગયા ત્યારે આ હકીકત બહાર આવવા પામી  છે. જો કે,  જેલના સતાવાળાઓ  કંઇપણ બોલવાના ઇન્કાર કરી રહ્યા છે. સાબરમતી જેલમાં બેરેક  નંબર-૫માં બુધવારે કેદીઓમાં અંદર-અંદર બોલાચાલી થઇ હતી ત્યારે અચાનક કેદીઓએ છૂટા હાથની મારા-મારી  કરતા દોડધામ  મચી ગઇ હતી. જેલના પોલીસ કર્મચારીઓ  આવીને  કેદીઓ ઉપર લાકડીઓ વસરાવી દીધી હતી. જેમાં દસથી  વધુ કેદીઓને નાની-મોટી  ઇજાઓ પહોચી હતી.

ઇજાગ્રસ્ત કેદીઓને સારવાર માટે જેલમાં આવેલી હોસ્પિટલમાં લઇ જતા ત્યા એકસરે મશીન બંધ હતા. જો કે,  જેલના ડોકટરોએ કેદીઓને પાટાપિંડી કરી પરત બેરેકમાં મોકલી દીધા હતા. જયારે  જેલના સતાવાળાઓએ આખો મામલો દબાવી દીધો હતો. જો કે, જેલના  કેદીઓની મુલાકાતે  ગયેલા વકીલોએ બેરેક નંબર-૫ માં છુટાહાથની મારા-મારી  અને પોલીસે લાઠીચાર્જ કર્યાની જાણ કરી હતી.  જેના ઇજાગ્રસ્ત કેદીઓ તેમના વકીલ મારફતે  ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સાબરમતી જેલ કેદીઓમાં તકરાર પોલીસનો લાઠીચાર્જ Sabarmati Jail Lathi Charge By Police

Loading comments ...

ગુજરાત સમાચાર

news

'સાગર' વાવાઝોડાનો ગુજરાત પર ખતરો નહીં, બંદરોમાં 'સિગ્નલ-૨' જારી

સાગર' વાવાઝોડું ત્રાટકવાની આગાહીને પગલે ગુજરાતના બંદરોમાં એલર્ટ જારી કરવામાં આવી છે. ...

news

રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો વજુભાઈ વાળાના ઘરે પહોંચ્યા, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

કર્ણાટકના નાટક બાદ દેશમાં ચારેબાજુ હલ્લાબોલની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કર્ણાટકના ...

news

લ્યો બોલો બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા નિબંધે ભાંડો ફોડ્યો,

તાજેતરમાં રાજ્યમાં લેવામાં આવેલી SSC બોર્ડની પરિક્ષામાં અંગ્રેજી ભાષાના પેપરમાં ફક્ત ચોરી ...

news

પ્રેમીની ગંદી માંગણીથી ઉશ્કેરાયેલી પ્રેમિકાએ અગ્નિસ્નાન કરી લીધું

દિવસે દિવસે મહિલાઓ પર અત્યાચાર થવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સુરતમાં એક એવા બનાવે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine