આદિવાસી સંમેલનમાં પહોંચેલા વન પર્યાવરણ મંત્રીની કાર પર પત્થર ફેંકાયા

સોમવાર, 15 જાન્યુઆરી 2018 (11:40 IST)

Widgets Magazine

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ત્રિદિવસીય ‘આદિવાસી એકતા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજરી આપવા ગયેલા રાજ્યના વન, આદિજાતિ વિકાસ, પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવાની કાર પર અસામાજિક તત્વોએ પથ્થર ફેંકીને ગાડીનો કાચ તોડી નાખ્યા હતા. જે સંદર્ભે વસાવાએ કહ્યું હતું કે, આ હુમલો આદિવાસીઓની એકતા અને સંગઠનને ન જોઈ શકતા અસામાજિક તત્વોનું કારસ્તાન છે. રાજપીપળા ખાતે અજાણ્યા ઇસમો દ્વારા થયેલા આ અચાનક હુમલા સંદર્ભે સુરત સરકિટ હાઉસ ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, તેમની ગાડી પર પથ્થર ફેંકીને હુમલો કરનાર ઇસમો આદિવાસી એકતા અને સંગઠનને તોડવાનું કામ કરતા અસામાજિક તત્વો છે. સફળ ન બને અને આદિવાસી સમાજ બદનામ થાય તે માટે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરનારા કોઈ વિઘ્નસંતોષીનું આ કારસ્તાન હોવાનું તેમણે જણાવ્યું હતું. આદિવાસી સમાજ વર્ષોથી કચડાયેલો સમાજ છે. આદિવાસી સમાજનું ભરપૂર સમર્થન અને અવિરત પ્રેમ મને મળ્યો છે. કેટલાક અસામાજિક તત્વોને આ પસંદ નથી. આદિવાસી સમાજ ક્યારેય સંગઠિત ન બને, પછાત અવસ્થામાં જ રહે અને વિકાસની મુખ્યધારામાં સામેલ થઇ પ્રગતિના માર્ગે આગળ ન વધે એવું અસામાજિક તત્વો ઈચ્છી રહ્યા છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જેતપુરમાં એકસાથે એક જ ગામના 9 યુવાનોની ઉઠી અર્થી, ગામ સજ્જડ બંધ

સમગ્ર ગુજરાતમાં એક તરઉ ઉત્તરાયણનો શુભ પર્વ ઉજવાઈ રહ્યો હતો. તો બીજી બાજુ એક આખું ગામ ...

news

ઈજરાયલી પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુ ભારત ભ્રમણ પર છે. તેમની ભારત યાત્રા ઘણા રીતે યાદગાર સિદ્ધ થનારી છે.

રવિવારે નવી દિલ્હી પહોંચતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોટોકૉલ તોડી તેમનો ગર્મજોશીથી ...

news

હેપ્પી ઉત્તરાયણમાં MGIS સ્કૂલના વિદ્યાર્થીઓએ આપ્યો સંદેશ,

ગુજરાતનો પોતીકો તહેવાર એટલે ઉત્તરાયણ! આ વર્ષનો એવો સમય છે કે જયારે ઉત્સવની ઉજવણી હવામાં ...

news

શું ભાજપમાં નિતિન પટેલનું કદ ઘટી રહ્યું છે? વધુ એક પોસ્ટમાંથી તેમનો ફોટો ગાયબ

નવી ગુજરાત સરકારની રચનામાં ખાતા ફાળવણીના મામલે રિસાયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine