Widgets Magazine
Widgets Magazine

Love Point સમાન અમદાવાદનો રિવરફ્રન્ટ તોડ બાજીનું સ્થળ બની રહ્યું છે

બુધવાર, 31 જાન્યુઆરી 2018 (15:16 IST)

Widgets Magazine
Ahmedabad Riverfront

સમાન અમદાવાદનો રિવરફ્રન્ટ તોડ બાજીનું સ્થળ બની રહ્યું હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એલીસબ્રિજ રિવરફ્રન્ટ પર પ્રેમી યુગલ એકાંતની પળો માણી રહ્યુ હતું, ત્યારે એક યુવકે પોલીસની ઓળખ આપીને કહ્યું કે કેમ અહિયાં બેઠા છો, શુ કરો છો, પીએસઆઇ સાહેબને બોલાવુ કહીને રોફ જમાવ્યા બાદ રૃા. ૧૦ હજારની માંગણી કરી હતી. આ સમયે જ અસલી પોલીસ આવી પહોચતાં નકલી પોલીસનો ભાંડો ફૂટયો હતો. કેમ અહિયાં બેઠા છો, શુ કરો છો, મારા સાહેબને બોલાવું કહી રોફ જમાવી ૧૦ હજારની માંગણી કરી આ કેસની વિગત એવી છે કે પાલડીમાં પ્રિતમનગર પાસે રહેતા પરેશ પટેલ (નામ બદલેલ છે) નામના યુવકની શાહપુરમાં રહેતી યુવતી સાથે સગાઇ થયેલી છે, એક મહિના બાદ બન્ને લગ્ન પણ કરવાના છે. ગઇકાલે રાત્રે ૧૦ વાગે પ્રેમી યુગલ રિવરફ્રન્ટ પર એલીસબ્રિજ અને જમાલપુરના ખુલ્લા મેદાનમાં બેસીને વાતચીત કરતા હતા. ત્યારે એક યુવક આવ્યો હતો અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને કહ્યું કે અહિયાં કેમ બેઠા છો, શુ કરો છો, મારા પીએસઆઇ સાહેબને બોલાવું કહીને વાત કરાવી હતી. ફોન પર વાત કરનારી વ્યકિતએ પોતે ફિરોઝખાન હોવાનું કહીને મારે તારી વાત સાંભળવી નથી તેમ કહીને ફોન કટ કર્યો હતો. ફરીથી ફોન પર વાત કરાવતા ફિરોઝખાને કહ્યું કે તું ખર્ચા દે દે તેમ કહી ફોન ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ યુવકે પ્રેમી યુગલને ધમકાવીને કહ્યું કે તમે અહિયાં ગંદી હરકતો કરો છો. તમારી સામે કાયદેસર કરવું પડશે, જો કાયદેસર ના કરવું હોય તો રૃા. ૧૦ હજાર આપવા પડશે. એટલું જ નહી, પોલીસની ઓળખ આપનાર શખ્સ યુવક-યુવતીને બિભત્સ ગાળો બોલી જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. જેથી ડરના માર્યા પરેશે કહ્યું મારી પાસે ૫૦૦ રૃપિયા છે, લેવા હોય તો લઇ લો. જો કે સદ્નસીબે જોગાનુંજોગ તે જ સમયે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ આવી પહોચી હતી. યુવકે પોલીસને સમગ્ર હકીકતથી વાકેફ કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં પકડાયેલો યુવક દાણીલીમડા શાહઆલમ ખાતે સોએલ હો હાઉસમાં રહેતો અલ્તાફ કફીલભાઇ મન્સુરી હોવાનું બહાર આવતાં પોલીસ તેની ધરપકડ કરીને યુવક સાથે વાત કરાવનારા નકલી પીએસઆઇની શોધખોળ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ, જી.આર.ભરવાડ તપાસ ચલાવી રહ્યા છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આગામી માર્ચથી ગુજરાતમાં કાર સાથે દરિયાઈ મુસાફરી કરી શકાશે

ગુજરાતના દરિયા કિનારે બહુ જલદી એક જહાજ આવી રહ્યુ છે જેમાં તમે તમારી કાર અથવા ટ્રક સાથે ...

news

સરકાર રીઝર્વેશન એક્ટની માંગણી સ્વીકારે - જિજ્ઞેશ મેવાણી

વડોદરાના દલિત સમાજ દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવેલા વડગામના ધારાસભ્ય ...

news

શાળાઓમાં ગુજરાતીને ફરજીયાત વિષય બનાવવા સરકાર કમરકસી રહી છે

ગુજરાતની રૂપાણી સરકાર તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાના અભ્યાસને ફરજીયાત બનાવી રહી હોવાનુ ...

news

ભાજપ તેના પ્લાનિંગમાં નિષ્ફળ નિવડતાં નર્મદા મુદ્દે આંદોલન થશે - ભરત સોલંકી

રૈયા રોડ પર પ્રમુખ સ્વામી હોલમાં કોંગ્રેસ દ્વારા આજે સૌરાષ્ટ્ર ઝોનની ચૂંટણીનો તખતો ઘડવા ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine