નગરપાલિકાની ચૂંટણીમાં ફટાફટ રાજીનામાં પડતાં ભાજપની ચિંતા વધી

શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (13:16 IST)

Widgets Magazine

નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ દ્વારા મેન્ડેટ આપવાનું શરૂં થતાં જ આજે ભાજપમાં ભડકો થયો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કામ કરીને હરાવવાની જેમની ભૂમિકા હતી એવા અનેક લોકોને ટિકિટો આપવામાં આવી છે. ખરેખર તેમને પક્ષમાંથી હાંકી કાઢવાની જરૂર હતી તેમને ટિકિટ આપવામાં આવતાં પક્ષમાં વિરોધ શરુ થયો છે અને રાજીનામા પડી રહ્યાં છે. 75 નગરપાલિકાની 2116 બેઠક માટે મેન્ડેટ આપવાના થાય છે તે મેન્ડેટ જિલ્લા ભાજપ તરફથી આપી દેવાયા છે. તેમાં ભાજપ વિરૂદ્ધ કામ કરનારા અને કોંગ્રેસમાંથી આયાત કરેલાં ઉમેદવારો સામે ભારે વિરોધ થયો છે. અનેક શહારોમાં તેની અસર થઈ છે. મોટાભાગે અંદરથી વિરોધ છે પણ કરજણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપતાં જ ભડકો જાહરમાં આવ્યો છે. ભાજપના ઉપપ્રમુખ હીરાલાલ માઠીને ટિકિટ ન આપતાં અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે કામ કરનારને ટિકિટ આપતાં 12 લોકોએ રાજીનામા આપી દીધા છે. જેમાં ભાજપના ઉપપ્રમુખ હીરાલાલે પણ રાજીનામુ ધરી દેતાં ભાજપને આંચકો લાગ્યો છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર ઓનલાઈન સમાચાર ઓનલાઈન ગુજરાતી સમાચાર ભારત Newsworldnews Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News Live News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચંદ્રમોહનને તેની ડિગ્રી નહિ અપાતા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસમાં આગ લગાડી !

વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસને સાંજે ભૂતપૂર્વ વિદ્યાર્થી ચંદ્રમોહને પેટ્રોલ ...

news

રિવરફ્રન્ટ પર 2 કરોડના ખર્ચે અમદાવાદના મેયર માટે બનશે આલીશાન બંગલો

અમદાવાદના મેયરને બે વર્ષની અંદર અંદર ચાર માળનો નવો આલીશાન બંગલો રહેવા માટે મળશે. આ ...

news

પ્રવીણ તોગડિયાએ ક્રાઇમ બ્રાન્ચને નોટિસ ફટકારી

વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ક્રાઇમ બ્રાન્ચના ...

news

ગુજરાતી ભાષા ન આવડતી હોય, તેવા ગુજરાતી બાળકોની સંખ્યામાં વધારો, વૈશ્વિક ભાષામાં ગુજરાતીનો ક્રમ ૨૬મો

ગુજરાતી ભાષા ન આવડતી હોય, તેવા ગુજરાતી બાળકોની સંખ્યામાં વધારો, વૈશ્વિક ભાષામાં ગુજરાતીનો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine