શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 એપ્રિલ 2018 (13:27 IST)

ડો. તોગડિયા સાથે હાર્દિક પટેલે હાથ મિલાવ્યાઃ શું છે નવા સમીકરણો ?

વીએચપીમાંથી ડો. પ્રવિણ તોગડિયાની હાકલપટ્ટી બાદ તોગડિયાએ અમદાવાદમાં ઉપવાસ આંદોલન કર્યા છે. ત્યારે હાર્દિકે તેમના ઉપવાસને સમર્થન જાહેર કર્યુ છે. ઉપરાંત તોગડિયાના  ઉપવાસ સ્થળે હાર્દિકના પિતા પણ હાજર રહેશે ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં ભાજપ સામે  લડવા માટે  હાર્દિક અને  તોગડિયા એક થઇ  રહ્યા છે.  જેના લીધે આગામી  ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને મોટો  ફટકો પડે તેવી શકયતા સેવાઇ  રહી છે.

ડો. તોગડિયાની વીએચપીમાંથી   હકાલપટ્ટી બાદ ગુજરાતનું રાજકારણ  એક નવા જ વળાંકે આવીને ઉભું છે.  આગામી  દિવસોમાં હિન્દુ  પાટીદાર સમાજના આગેવાન   એવા  ડો. તોગડિયા અને  પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક  પટેલ એક થઇને   ૨૦૧૯ની ની લોકસભા ચૂંટણી માટેની નવી વ્યુહરચના ઘડી રહ્યા છે  તેવી ચર્ચા છે. આમ બીજેપી સામે હિન્દુત્વ અને પાટીદારનું  સામાજિક   અને રાજકિય કાર્ડ રમાશે.  ખાસ કરીને આ બંને  નેતાઓ ભાજપની  વિરૂધ્ધમાં હોવાથી પાછલા બારણે કોંગ્રેસનો  સાથ લઇ આગળ વધે એ દિશામાં  નવું  સમિકરણ રચાઇ રહ્યું છે હોવાનું મનાય છે. ડો.  તોગડિયા અને હાર્દિકના સંબંધો સારા રહ્યા  છે. હાર્દિકના આંદોલન સમયે તોગડિયાએ પડદા પાછળ  રહીને પાટીદાર અનામત આંદોલનને ટેકો આપ્યો  હતો. તેવી વાત છે. માત્ર એટલું જ નહીં ડો. તોગડિયાને જે મુશ્કેલીઓ નડી તે દરમિયાન હાર્દિક પટેલ તેની  પડખે રહ્યો હતો. ડો. તોગડિયા આમરણાંત ઉપવાસની સાથે નવા સંગઠનની રચનાની દિશામાં આગળ વધવાના છે. ત્યારે હાર્દિક પટેલ પણ તેમના આ નિર્ણય સાથે રહે તેવી શકયતા છે.  આ અંગે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને પૂછતા તેણે જણાવ્યું હતું કે પ્રવિણ તોગડિયા ઉપવાસ આંદોલનને મારૂ સમર્થન છે પરંતુ તેમના ઉપવાસના સ્થળે હું નહીં જાઉં. હા મારા પિતા ત્યાં જરૂર જશે. વધુમાં તોગડિયા સાથે મળીને ભાજપ સામે લડવાનો નિર્ણય કર્યો હોવા અંગે પૂછેલ પ્રશ્નના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે સમય આવશે ત્યારે બધુ સ્પષ્ટ થઇ જશે