સસ્તા અનાજની દુકાનમાં કોંગ્રેસનો દરોડો, અનાજમાંથી મરેલો ઉંદર નિકળતાં કલેકટરના ટેબલ પર ઢગલો કર્યો

news of gujarat
Last Modified સોમવાર, 16 એપ્રિલ 2018 (15:08 IST)

રાજકોટ શહેરના ઘાંચીવાડમાં સસ્તા અનાજની દુકાનમાં કોંગ્રેસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અનાજમાંથી મૃત ઉંદરો મળી આવ્યા હતા. આ મૃત ઉંદરો સાથે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર સમક્ષ જ તેમના ટેબલ પર મૃત ઉંદરો અને અનાજનો ઢગલો કર્યો હતો. આથી કલેક્ટર પણ રોષે ભરાયા હતા. મૃત ઉંદરો અને અનાજ સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. કોંગ્રેસે ટેબલ પર ઢગલો કરતા કલેક્ટર પણ ઉશ્કેરાયા હતા, કલેક્ટર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. કલેક્ટરે પોલીસની મદદથી તમામને કચેરીની બહાર કાઢ્યા હતા અને જિલ્લા પુરવઠા અધિકારીને મળવા સૂચના આપી હતી.


આ પણ વાંચો :