બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (14:56 IST)

અમદાવાદની એક હોટલમાં પત્નીને અન્ય પુરૂષ સાથે રંગરેલિયા મનાવતી જોઈ પતિએ આ પગલું ભર્યુ

ગુજરાતની રાજધાની અમદાવાદમાં રવિવારે એક પતિએ હોટલમાં પોતાની પત્નીને અન્ય પુરૂષ સાથે પકડી પાડી.  ત્યારબાદ પતિએ પોલીસને સૂચના આપી. ઘટના સ્થળ પર પોલીસે આરોપી યુવકને દારૂના નશામાં ઝડપી લીધો. દારૂ પ્રતિબંધિત હોવાને કારણે પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. 
 
નવરંગપુર પોલીસ મુજબ મિતેશે રવિવારે વહેલી સવારે લગભગ બે વાગ્યે સિટી કંટ્રોલ રૂમને સૂચના આપી કે એક હોટલમાં તેમની પત્ની કોઈ અન્ય પુરૂષ સાથે છે અને તેને મદદ જોઈએ.  પોલીસ મુજબ સૂચના મળતા જ એક ટીમ હોટલમાં મોકલી દેવામાં આવી. 
 
આરોપી નશામાં ઘુત 
 
પોલીસનુ કહેવુ છે કે આરોપી નશાની હાલતમાં હતો. દારૂ પ્રતિબંધ હોવા છતા નશામાં હોવાને કારણે તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ પતિના આરોપોની પણ તપાસ કરવામાં આવી રહી છે.