ગુજરાતમાં ચોટલી કપાવાની બીજી ઘટના માણસા બાદ રાજકોટમાં બની

બુધવાર, 9 ઑગસ્ટ 2017 (14:16 IST)

Widgets Magazine
jyotish


ચોટલી કાપવાની ઘટના હવે સુધી પહોંચી છે. શહેરના આંબેડકર નગરમાં વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર તરૂણી ઉંઘમાંથી ઉઠી ત્યારે તેની માથાના વાળની ચોટલી કપાયેલી હોવાનું જોવા મળ્યું હતું. જેને પગલે તરૂણી રડવા લાગતા પરિવારના તમામ લોકો એકઠા થયા હતા. આ ઘટનાથી તરુણી સહિત તેનો પરિવાર અવાચક થઈ ગયો હતો. અને સમગ્ર મામલે માલવિયા નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ વિચિત્ર બનાવની વિગત આપતા ભોગ બનનારના ભાઈ રાજુભાઈએ જણાવ્યું હતું કે, સવારે તેની બહેન ઉઠી ત્યારે કોઈ તેના માથાના વાળની આખી ચોટલી કાપી ગયું હતું. જો કે બહેન જે રૂમમાં સુતા હતા તેમા ભોગ બનનારની નાની બહેન અને ભત્રીજી પણ સાથે હોવા છતાં ક્યારે શું બન્યું તેની ખબર પડી ન હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં આવી ઘટના બની હતી. પરંતુ રાજકોટ જેવા શાંત ગણાતા શહેરમાં આવી ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પ્રાથમિક ફરિયાદ લઈ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગાજ્યાં મેઘ,વરસ્યાં નહીં શંકરસિંહ વાઘેલાએ રાજકીય દોસ્તીને ઠોકર મારી વેવાઇપણુ નિભાવ્યુ,

કોંગ્રેસને અલવિદા કર્યા બાદ અત્યાર સુધી શંકરસિંહ વાઘેલાએ એક વાતનું રટણ ચાલુ રાખ્યુ હતું ...

news

રાજ્યસભાની ચૂંટણી માટે રૃ. ૭૦૦ કરોડથી વધુનો સટ્ટો ખેલાયો

સામાન્ય રીતે જોવા જઈએ તો ક્રિકેટ મેચ તથા લોકસભા કે વિધાનસભા જેવી ચૂંટણીઓમાં ભારે સટ્ટા ...

news

ગુજરાત રાજ્યસભા ચૂંટણી - અહેમદભાઈ પટેલ,અને ભાજપના અમિતભાઇ શાહ તથા સ્મૃતિ ઈરાનીનો વિજય

આજે રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મતદાન યોજાયું ...

news

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામનો મામલો ગૂંચવાયો.

જીતુ વાઘાણીએ કોંગ્રેસ દ્વારા મતદાન રેકોર્ડિંગનો વીડિયો જોવાની અને તેની ઓફિસિયલ કોપી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine