કોંગ્રેસના ભાજપયુક્ત ધારાસભ્ય બળવંતસિંહનો ચૂંટણીપંચના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર

શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (15:46 IST)

Widgets Magazine
balvant singh


ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામનો હાઈવોલ્ટેજ ડ્રામા ઐતિહાસિક બની ગયો છે. ત્યારે કોંગ્રેસમાંથી મુક્ત થઈને ભાજપયુક્ત બનેલા ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસના બે ધારાસભ્યના વોટ દ્વારા રદ કરાતાં રાજ્યસભાની ચૂંટણીમાં પરાજય થયો હતો. જોકે બળવંતસિંહ ચૂંટણીપંચના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. રાજ્યસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસના રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહીલે ભાજપ તરફી વોટ આપ્યા હતા, પરંતુ કોંગ્રેસના પોલિંગ એજન્ટ શકિતસિંહ ગોહીલે આ બંને ધારાસભ્યોએ પોતાના મતપત્રક ભાજપના પોલિંગ એજન્ટને બતાવ્યાનો વાંધો ઉઠાવતાં સમગ્ર મામલો વિવાદાસ્પદ બનીને છેક દિલ્હી કેન્દ્રીય ચૂંટણીપંચ સુધી પહોંચ્યો હતો.

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા બંને ધારાસભ્યોના વોટિંગને લગતી વીડિયોગ્રાફી નિહાળ્યા બાદ તેમના વોટને રદ કરાયા હતા. ચૂંટણીપંચના આ નિર્ણયથી ભાજપના ત્રીજી બેઠકના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતનો પહેલા રાઉન્ડમાં જ પરાજય થયો હતો. જોકે બળવંતસિંહે ચૂંટણીપંચના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાંથી સૌથી વધુ સંપત્તિ ધરાવવાનો વિક્રમ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી સીધા જ ઉમેદવાર બનવાનો વિશેષાધિકાર મેળવનારા બળવંતસિંહ રાજપૂતનો છે. તેમણે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યા મુજબ, તેમની સ્થાવર અને જંગમ મિલકતોની રકમ રૂ. ૩૧૬ કરોડ જેટલી થવા જાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વનવાસી કોંગ્રેસ આ વખતે સત્તાધારી બની શકશે?

ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ છેલ્લા 22 વર્ષથી ...

news

મુખ્યપ્રધાન રુપાણીએ વીજળીવેગે ચારે ખૂણે હોસ્પિટલોની મુલાકાત લીધી- મૃતકાંક 230

સ્વાઇન ફ્લૂ રોગચાળા વિશે ગુજરાત હાઇકોર્ટે વાસ્તવિક સ્થિતિ અંગેની કરેલી ટકોર કારણભૂત હોય ...

news

ધારાસભ્યો બાદ ભાજપના નિશાન પર કોંગ્રેસની પાલિકા-પંચાયતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ૩ મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપે હવે કોંગ્રેસને ...

news

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ ગ્રસ્ત બાળકની લાશ રઝળી, પિતા પુત્રની લાશ લઈને રેલવે સ્ટેશન પહોંચી ગયાં

ગુજરાતમાં હાલમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર મચી ગયો છે. ત્યારે સરકાર અને તંત્રની નિષ્ફળતાઓ ...

Widgets Magazine