ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ દિલ્હી દરબાર પહોંચ્યાં, હાઈકમાન્ડ સાથે આગામી ચૂંટણીની કરશે સમીક્ષા

બુધવાર, 16 ઑગસ્ટ 2017 (18:05 IST)

Widgets Magazine
congress


રાજ્યસભાની ચૂંટણીમાં એહમદ પટેલના વિજય પછી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિ ઘડવા માટે ગુજરાતના કોંગ્રેસ અગ્રણીઓ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં તેઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સાથે બેઠક કરશે. આ બેઠકમાં અહેમદ પટેલ, અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હોવાનું મનાય છે. હવે વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે ચૂંટણી માટે વિશેષ આયોજન કરી વ્યુહ રચના ઘડવા માટે ચર્ચા કરવા કોંગી જનો એકઠાં થયાં હોવાનું મનાય છે.

ખાસ કરીને પક્ષના સંગઠન વધું મજબૂત કરવા પર ભાર આપવામાં આવે અને લોકસંપર્ક વધારવા માટે વિશેષ પ્રયાસો કરવા સૂચન કરવામાં આવ્યું હોવાનું મનાય છે.   વિશેષ વાત તો એ છે કે વાઘેલા જુથનું પ્રેશર દૂર થતાં, વિધાનસભા ટિકિટ માટે ઉમેદવારોનું ચયન  અને નીતિગત નિર્ણયો લેવા  અંગે ચર્ચા થશે તેમ માનવામાં આવે છે. ભાજપને જોરદાર ટક્કર આપ્યા પછી એહમદ પટેલે રાજ્યસભાની સીટ જીતી લેતાં, એહમદ પટેલની જીતની ઉજવણી કરવામાં આવશે. દિલ્હી હાઈકમાન્ડને મળવા દોડી ગયેલા, ભરતસિંહ સહિતના 4 નેતાઓના કહેવા મુજબ, રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષને વફાદાર રહેનારા 43 ધારાસભ્યોને પણ સોનિયા ગાંધી મળશે. ટૂંક સમયમાં એહમદ પટેલનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ એહમદ પટેલના જન્મદિવસે 43 ધારાસભ્યોને મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હવે ગિરનાર અભ્યારણ્યમાં પણ સિંહદર્શન થવાની શક્યતાઓ

સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સાસણ બાદ હવે જૂનાગઢમાં સિંહ દર્શન કરી શકાશે. ...

news

આર્ટ ઓફ લિવિંગના માધ્યમથી 68 ઉગ્રવાદીઓ મુખ્યધારામાં પરત ફર્યા

મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં સ્વતંત્રતા દિવસના પૂર્વ સંધ્યા પર મંગળવારે વિવિધ ઉગ્રવાદી ...

news

ગુજરાતમાં ભાજપની કફોડી પરિસ્થિતી થતાં પીએમ મોદીના પ્રવાસો વધશે, બુલેટ ટ્રેનના ખાતમૂર્હતની લોલીપોપ

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી હવે રંગ પકડતી જાય છે. ગુજરાતમાં ...

news

ગુજરાતમાં પણ ગોરખપુરવાળી થઈ, એમ્બ્યુલન્સમાં ઓક્સિજનના અભાવે બાળકનું મોત

ઉત્તરપ્રદેશના ગોરખપુરની સરકારી ઓક્સિજનના અભાવે બાળકોના મૃત્યુની ઘટનાના હજુ ભુલાઈ ત્યાં ...

Widgets Magazine