સમગ્ર દેશની સરખામણીએ ગુજરાતમાં ખ્રિસ્તીઓ, મુસ્લિમોમાં છૂટાછેડાનું સૌથી વધુ પ્રમાણ

બુધવાર, 23 ઑગસ્ટ 2017 (12:44 IST)

Widgets Magazine


 મતભેદ અને મનભેદને કારણે લગ્નજીવનનો અકાળે અંત આવી જતો હોય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ૧ હજારની વસતીએ સરેરાશ ૬ લોકો છૂટાછેડા લે છે. ગુજરાતમાંથી ખાસ કરીને મુસ્લિમો અને ક્રિશ્ચિયનોમાં છૂટાછેડા લેવાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. પ્રત્યેક ૧ હજારની વસતિએ ૧૦ મુસ્લિમ મહિલા અને ૮ ક્રિશ્ચિયન મહિલા ડિવોર્સી છે. ૨૦૧૧ની વસતિ ગણતરી બાદ આ આંકડો સામે આવ્યો છે. આશ્ચર્યજનક રીતે ગુજરાતના મુસ્લિમોમાં પુરુષો કરતા છૂટાછેડા લીધેલી મહિલાઓનું પ્રમાણ વધારે છે.

વસતિ ગણતરીના અહેવાલ અનુસાર પ્રત્યેક ૧ હજાર લોકોએ ૧૦ મુસ્લિમ મહિલા અને પાંચ મુસ્લિમ પુરુષે છૂટાછેડા લીધેલા છે. અન્ય સંપ્રદાયમાં પુરુષ અને મહિલાએ છૂટાછેડા લીધા હોય તેનું આટલું ઊંચુ પ્રમાણ નથી. ગુજરાતમાં છૂટાછેડાનું પ્રમાણ ૬.૨૮% છે. મતલબ કે, ૧ હજારમાંથી ૬.૨૮ લોકો છૂટાછેડા લઇ ચૂક્યા છે. આ ઉપરાંત હવે અમદાવાદ શહેરમાં પણ છૂટાછેડાનું પ્રમાણ ધીરે ધીરે વધવા લાગ્યું છે. અમદાવાદ ફેમિલી કોર્ટમાં ૨૦૧૬ના વર્ષમાં છૂટાછેડાના ૨૯૯૧ કેસ નોંધાયા હતા. આ પ્રમાણ ૨૦૧૧ના વર્ષમાં માત્ર ૧૯૨૪ હતું. આ અંગે તજજ્ઞાોનું માનવું છે કે અદ્યતન જીવનશૈલીને લીધે દંપતિઓમાં સહનશક્તિનું પ્રમાણ ખૂબ જ ઓછું થઇ રહ્યું છે. પતિ કે પત્ની કોઇ પણ પોતાનો અહમ છોડવા તૈયાર નથી અને જેના કારણે આખો મામલો છેવટે ડિવોર્સ સુધી પહોંચી જાય છે. ડિવોર્સના કેસનું આ વધતું પ્રમાણ તંદુરસ્ત સમાજની નિશાની નથી. મોટાભાગના કિસ્સાઓમાં ડિવોર્સ પાછળ કોઇ નાનું કારણ જવાબદાર હોય છે.છૂટાછેડાના સૌથી વધુ કેસ નોંધાતા હોય તેવા રાજ્યોમાં કેરળ મોખરે છે. કેરળની ફેમિલી કોર્ટમાં ડિવોર્સના ૫૨ હજારથી વધુ કેસ પેન્ડિંગ છે. ડિવોર્સના સૌથી વધુ કેસ પેન્ડિંગ હોય તેમાં બિહાર બીજા સ્થાને છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાણો ગુજરાતમાં ભાજપ 150 સીટોનો ટાર્ગેટ કેવી રીતે પુરો કરશે. શું છે તેનો Master Plan

ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અગાઉ ભાજપ આગામી ચૂંટણીમાં 150 બેઠકોનો ...

news

પીએમ મોદી સહિતનું કેન્દ્રીય નેતૃત્વ હવે ગુજરાતમાં ધામા નાંખશે

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગવાના શરૂ થયા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ...

news

UP માં એક વધુ ટ્રેન દુર્ઘટના, કૈફિયત એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 74 ઘાયલ

આજમગઢથી દિલ્હી આવી રહેલી 12225 (અપ) કૈફિયત એક્સપ્રેસ ઓરૈયા પાસે બુધવારે સવારે 2.50 વાગ્યે ...

news

સાધ્વી યૌન શોષણ કેસમાં ડેરાપ્રમુખ રામ રહીમ પર આવશે નિર્ણય... આ કારણે છે લોકપ્રિય

ડેરા મુખી પર 25 ઓગસ્ટના રોજ આવનારા નિર્ણયને ધ્યાનમાં રાખતા આખુ પંજાબ અને હરિયાણા હાઈ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine