જાપાનની પ્રથમ મહિલા અકી આબેએ અંધજન મંડળ સંસ્થામાં ચાલતા જાપાની મેડિકલ મેન્યૂઅલ થેરેપી કાર્યક્રમની જાણકારી મેળવી

ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (15:11 IST)

Widgets Magazine

 

gujarat news

જાપાનના વડાપ્રધાન  શિન્ઝો આબે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સાથે તેમનાં પત્ની  અકી આબે પણ જોડાયા છે. શ્રીમતી અકી આબેએ આજે અમદાવાદના અંધજન મંડળની મુલાકાત લીધી હતી.આ સંસ્થામાં વિવિધ તાલીમ કેન્દ્રોની મુલાકાત લઇ તાલીમાર્થીઓ તથા તજજ્ઞો સાથે મળી આત્મિયતાથી વાત-ચીત કરી હતી. સંસ્થામાં ચાલતા વિશષે કરીને જે.એમ.એમ.ટી.ના કાર્યથી પણ  પ્રભાવિત થયાં હતા. તેઓના આગમન થતાં ભાઇઓએ સુમધુર બેન્ડની સુરાવલીથી તેમનું સ્વાગત કર્યું હતું
aky abe

તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. જાપાનની સૂકૂબા યુનિવર્સિટીમાંથી તાલીમબદ્ધ તજજ્ઞો દ્વારા મેડિકલ મેન્યુઅલ થેરેપીની જાણકારી મેળવી હતી. સંસ્થાના એક્ઝિક્યુટીવ સેક્રેટરી ડૉ. ભૂષણ પુનાનીએ શ્રીમતી અકી આબેને સંસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી. મુલાકાત દરમિયાન જાપાનના પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘ સાથે રહ્યા હતાં.ગુજરાત-ભારતના પરિવહનમાં સિમાચિહન પૂરવાર થનારી બૂલેટ ટ્રેનના ખાતમુહૂર્ત માટે ગુજરાતના મહેમાન બનેલા જાપાનીઝ વડાપ્રધાન  શિન્‍ઝો આબેએ મહાત્‍મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી સાથે દાંડી કુટીરની મુલાકાત લીધી હતી. બન્‍ને મહાનુભાવોએ મૈત્રીપૂર્ણ માહોલમાં હસ્‍તધૂનન કરી ભારત અને જાપાનના સંબંધોનો પાયો વધુ મજબૂત બનાવ્‍યો હતો.
abe aky

વડાપ્રધાન મોદી, જાપાનના વડાપ્રધાન  શિન્‍ઝો આબેને દાંડી કુટીર ખાતે દોરી ગયા હતા અને ત્‍યાં બન્‍ને મહાનુભાવોએ ગાંધીજીના જીવન કવન - જીવન સંદેશને લગતી પ્રદર્શની નિહાળી હતી આબેએ આ પ્રદર્શન ખૂબ જ રસપૂર્વક નિહાળ્યું હતું. બાદમાં બન્‍ને મહાનુભાવો દાંડી કુટીરથી ચાલતા જ મહાત્‍મા મંદિર સુધી આવ્યાં હતાં. જ્યાં બન્‍ને વચ્‍ચે સંવાદ થતો જોવા મળ્યો હતો.
shinzo abe
 
 
shizo abeWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જાપાન અકી આબે અંધજન મંડળ શિન્ઝો આબે ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાણો બુલેટ ટ્રેન બાદ મોદી ગુજરાતમાં કયા પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે

નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ઓબેએ આખરે બુલેટ ટ્રેનનું ભૂમી પૂજન કર્યું. પણ હવે ...

news

સિદી સૈયદની જાળીની ઉત્તમ કોતરણીથી બન્ને મહાનુભાવો પ્રભાવિત

જાપાનના વડા પ્રધાન શ્રી શિન્ઝો આબે અને શ્રીમતી આબે તેમજ ભારતના વડાપ્રધાન શ્રી ...

news

મોદીએ કેશુભાઈના ઘરે જઈને તેમના પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના પુત્રનું તાજેતરમાં અમેરિકામાં હાર્ટએટેકના લીઘે ...

news

બુલેટ ટ્રેન જાપાન તરફથી ભારતને ગિફ્ટ છે - મોદી, ઓબેએ બુલેટ ટ્રેનનું ભૂમિપૂજન કર્યું

મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું સપનું ...

Widgets Magazine