ગાંડા થયેલા વિકાસને ડાહ્યો કરવા ભાજપ VVIPઓની ફોજ ઉતારશે

શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (12:01 IST)

Widgets Magazine
road


ગુજરાતમાં અને દલિત આંદોલને ભાજપની ઊંઘ હરામ કરી નાંખી હતી. એવામાં બનાસકાંઠામાં વરસાદી પુરને કારણે ભાજપે જે રાહત સહાય સામગ્રી જાહેર કરી હતી તે પણ ત્યાંના લોકોને મળી નથી. પાક વિમા માટે ખેડૂતો હવે રોડ પર ઉતરી ગયાં છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ગાંડો થયેલો વિકાસ ભાજપના નેતાઓને ગાંડા કરી રહ્યો છે. એક ટીખળથી ભાજપની ઊંઘ હરામ થઈ જતાં હવે આગામી ચૂંટણીના પ્રચાર માટે ભાજપ વીવીઆઈપી લોકોની ટીમ ગુજરાતમાં ઉતારશે એવું રાજકિય સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.  તાજેતરમાં જ જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને આપણા વડાપ્રધાન મોદીની બે દિવસીય અમદાવાદ યાત્રા કરી હતી. ભાજપનું રાજય એકમ આવી VVIP વિઝિટ દ્વારા સોશિયલ મીડિયાના આ ઉપહાસનો જવાબ આપવા માગે છે.પક્ષે તે માટે તમામ MLAને આદેશ આપ્યા હતા કે જેટલા શકય બને તેટલા લોકોને આ રોડ શો સહિતના કાર્યક્રમાં લઈને આવો જેથી લોકોને દર્શાવી શકાય કે ભાજપે કરેલા વિકાસના ગુણગાન વિદેશોમાં પણ થાય છે. ભાજપની સોશિયલ મીડિયા ટીમ પણ હાલ આ કામે લાગી ગઈ છે. તેઓ જાપાનીઝ વડાપ્રધાનની મુલાકાતને પીએમ મોદી અને ભાજપની મોટી જીતના સ્વરૂપે દર્શાવી રહ્યા છે.બંને પીએમની ગુજારાત મુલાકાત અને તે દરમિયાન યોજેયેલ સમિટ દરમિયાન જાપાન અને ગુજરાત વચ્ચે ૧૫ જેટલા સમજૂતી કરાર થયા છે. જેમાં ૧૫ જેટલી જાપાનીઝ કંપનીઓએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયારી દર્શાવી MoU કર્યા હતા. જેમાં મોરેસ્કો કોર્પોરેશન, ટોયોડા ગોસેઈ કું. લી. સહિતની દિગ્ગજ કંપનીઓ સામે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમરનાથ હુમલાનો માસ્ટરમાઈંડ લશ્કરી આતંકી અબુ ઈસ્માઈલ માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારી વિસ્તારમાં આજે સુરક્ષા બળો સાથે મુઠભેડમાં ...

news

ભરૂચમાં ધોધમાર દોઢ કલાકમાં બે ઈંચથી વધારે વરસાદ ખાબક્યો

ભારે વરસાદ થામી જતાં ગુજરાતમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. જ્યારે વરસાદ રોકાયા બાદ રાજ્યમાં ...

news

અલ્પેશ ઠાકોરથી સમાજનો મોટો વર્ગ નારાજ, ભાજપમાં આવે તો કાર્યકરો પણ નારાજ

દારૂબંધી-બેરોજગારી અને શિક્ષણના મુદ્દે આંદોલન છેડનાર અલ્પેશ ઠાકોર હવે ખેડુત આંદોલન તરફ જઈ ...

news

બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ માત્ર ચૂંટણી પ્રચાર માટે? શ્રાદ્ધમાં આ પ્રોજેક્ટનું કામ સવાલો ખડા કરે છે

અમદાવાદ-મુંબઇ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જોરશોરથી ગાજી રહ્યો છે. તેનું ભૂમિપૂજન ખુદ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine