શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (17:09 IST)

રાહુલ ગાંધી માટે તૈયાર કરાઈ CCTV, સોફા-બેડથી સજ્જ લકઝરી ગાડી

ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામતો જાય છે તેવામાં મોદી માટેની ખાસ સુવિધાઓ તો લોકોને ખબર જ છે પણ હંમેશા સાદાઈથી ફરતા રાહુલ ગાંધી પણ હવે વીવીઆઈપી સુવિધાઓ ગુજરાતમાં વાપરશે.  કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. 25થી 27 સપ્ટેમ્બર એમ ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે આવશે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીના ત્રણ દિવસના પ્રવાસ માટે આધુનિક સુવિદ્યાથી સજ્જ બસ તૈયાર કરવામાં આવી છે. જેની ચારે બાજુ CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે અને બસમાં સોફા અને બેડની પણ વ્યવસ્થા છે. ખાસ કરીને બસમાં લાઉડ સ્પીકર પણ હશે. આ બસનો ઉપયોગ રાહુલ ગાંધીના રોડ શોમાં કરવામાં આવશે. રાહુલ ગાંધી સોરાષ્ટ્રમાં દ્વારકાથી તેમના પ્રવાસનો આરંભ કરશે. દ્વારકાથી તેઓ જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામથી થઇને અમદાવાદમાં યાત્રાના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ કરશે. યાત્રા દરમિયાન તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને ગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ મૂકશે. યાત્રાનો આરંભ પ્રવાસની જવાબદારી કોંગ્રેસે પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને સોંપી છે.