રાજકોટમા ભાજપના અગ્રણી પર હૂમલો

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (17:13 IST)

Widgets Magazine
bjp candidate


જિલ્લાના ગોંડલ શહેરમાં  અગ્રણી અને ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુકના પુત્ર અને કારચાલક પર રવિવારે રાત્રીના સમયે બે નશાખોર શખ્સે છરીથી હુમલો કર્યો હતો. જેના પગલે બન્નેને ભારે ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં હોસ્પિટલ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. તેમજ ગોંડલ પોલીસે હુમલો કરનાર બન્ને શખ્સોની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલના ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુકના પુત્ર સાવન અને તેના કારચાલક રફીકભાઇ રવિવારે રાત્રીના 11 વાગ્યાના સુમારે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ઘર નજીક રસ્તા પર એક્ટીવા પાર્ક કરીને બેઠેલા ચાર શખ્સોને વાહન રસ્તા વચ્ચેથી દૂર કરવાનું કહેતા ઉશ્કેરાયેલા બે નશાખોર શખ્સે સાવન અને તેના ડ્રાઇવર રફીકભાઇ પર છરીથી હુમલો કરી દીધો હતો. જેમાં સાવનને હાથના ભાગે અને રફીકભાઇને પેટના ભાગે ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાજકોટ ભાજપ અગ્રણી પર હૂમલો ગોંડલ શહેર પુત્ર અને કારચાલક.

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે

મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતિના વડપણ હેઠળ ચૂંટણી પંચના વરિષ્ઠ ૧૧ અધિકારીઓ સોમવારથી ...

news

જમાલપુરની ટિકિટ મુસ્લિમ ઉમેદવારને આપવા જગન્નાથ મંદિરના મહંતે કરી ભલામણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જમાલપુર-ખાડીયા બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ઉસ્માનભાઇ ઘાંચીને ...

news

Video - ગુલાબી થયુ ચીન "Dead Sea"નુ પાણી

આજે અમે તમને આવુ જ એક તળાવ બતાવવા જઈ રહ્યા છીએ. વર્તમાન સમયમાં ચીનમાં ખારા પાણીનું તળાવ ...

news

જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડ્યા વિના વડા પ્રધાને ઍરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યું: કૉંગ્રેસ

ભારતના વડા પ્રધાન દ્વારા ચોટીલા નજીક હીરાસર ખાતે ઍરપોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine