ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર મોરબીમાં, ફિલ્મ ક્ષેત્રને અતિ સંઘર્ષમય ગણાવ્યું

સોમવાર, 8 જાન્યુઆરી 2018 (12:25 IST)

Widgets Magazine
madhur bhandarkar


મોરબીમાં ચાલી રહેલા જ્ઞાનોત્સવના આજે ત્રીજા અને અંતિમ દિવસે મોરબીમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુજરાતના સોમનાથ મહાદેવના દર્શન કરીને મોરબી આવીને ગુજરાતના ગુજરાતી ફિલ્મને મળતી સબસીડી અંગે કોમેન્ટ કરી હતી અને ગુજરાત સરકારના ફિલ્મકારોને આપવામાં આવતા પ્રોત્સાહનના વખાણ કર્યા હતા. તો યુવાનોને અતિશય સંઘર્ષ માટે તૈયાર રહેવા અપીલ કરી હતી. મોરબીમાં ચાલી રહેલા યુવા જ્ઞાનોત્સવના આજે ત્રીજા અને અંતિમ દિવસે બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર મોરબી આવ્યા હતા.

મોરબીના યુવાનોને સમાજ વ્યવસ્થામાં આપણે કેટલાં સાચાને કેટલાં ખોટા આ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. મધુર ભંડારકરે આજે ગુજરાત આવવાની સાથે જ સોમનાથ ખાતે ભોલેનાથના દર્શન કર્યા હતા અને ત્યાંથી મોરબી આવ્યા હતા ત્યાર બાદ મોરબી ખાતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે યુવાનોને શિક્ષણમાં ધ્યાન આપવા અપીલ કરી હતી. ફિલ્મ ક્ષેત્રની વાત કરતા આ ક્ષેત્રને અતિ સંઘર્ષમય ગણાવ્યું હતું. તેમજ યુવાનોને આ ક્ષેત્રમાં આવતા પહેલા પોતાનું શિક્ષણ પૂરું કરવા શીખ આપી હતી. તો પોતે આગામી સમયમાં લોકોને ગમતા વિષયો પર ફિલ્મ બનાવશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારની પણ તેમણે પ્રશંશા કરી હતી. ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોને સરકાર તરફથી પ્રોત્સાહન આપવા કરવા માટે આપવામાં આવતી સબસીડી બાબતે તેમણે સરકારના વખાણ કર્યા હતા તેમજ આગામી સમયમાં સારો વિષય મળે તો ગુજરાતી ફિલ્મમાં પણ રસ હોવાનું જણાવ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિદેશી મહેમાનોને આકર્ષવામાં ગુજરાત સરકાર નિષ્ફળ, 300 કરોડના આંધણ બાદ 500 વિદેશીઓ પધાર્યા

કાઇટ ફેસ્ટિવલ,રણોત્સવ અને નવરાત્રી મહોત્સવ પાછળ કરોડોનો ધુમાડો કર્યાં છતાંયે માત્ર ...

news

Photos - ભાજપ સરકારમાં શીત યુદ્ધ: કાઇટ ફેસ્ટિવલમાં નિતીન પટેલની સૂચક ગેરહાજરી

ચૂંટણી બાદ ખાતાની વહેંચણીથી નારાજ થઇ ભાજપ હાઇકમાન્ડ સામે માથુ ઉંચકીને વટ સાથે નાણુ ખાતુ ...

news

દિલ્હીમાં મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર નિષ્ફળ. એક શંકાસ્પદની ધરપકડ 2 ફરાર

સુરક્ષા એજંસીઓની સતર્કતાથી ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં હુમલો કરવાનુ ષડયંત્ર નિષ્ફળ થયુ. ...

news

બેંગલુરુના બારમાં ભીષણ આગ, અંદર સૂઈ રહેલા 5 કર્મચારીઓનું મોત

કર્ણાટકની રાજધાની બેંગલુરુના એક રેસ્ટોરેંટમાં ભીષણ આગ લાગવાથી હડકંપ મચી ગયો છે. એવુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine