મોરબીના હળવદ નજીકથી 200થી વધુ ચકલીઓ મૃત હાલતમાં મળી આવી

સોમવાર, 8 જાન્યુઆરી 2018 (12:29 IST)

Widgets Magazine

sparrow

મોરબીના નજીક આવેલા માલણિયાદ ગામમાં  200 ચકલીઓ શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવી છે. નિષ્ણાંતો અને ડોક્ટર્સે લગભગ 52 ચકલીઓને બચાવી લીધી છે અને તેમનું માનવું છે કે ચકલીઓએ જે અનાજ ખાધું હશે તેમાં કોઈ ઝેરી પદાર્થની ભેળસેળ થઈ ગઈ હશે.એક સ્થાનિક બર્ડ હેલ્પલાઈન સાથે જોડાયેલા વેટરિનરી ડોક્ટર નિતેશ નાઈકપારા જણાવે છે કે, શનિવારના રોજ ગામના ખેતરોમાંથી લગભગ 148 ચકલીઓ મૃત અવસ્થામાં મળી, જ્યારે 27 ચકલીઓ બીમાર હતી જેમની સારવાર કરવામાં આવી. રવિવારના રોજ પણ લગભગ 50 ચકલીઓ મૃત અવસ્થામાં મળી હતી અને 25ને સારવાર કરીને બચાવી લેવામાં આવી છે.આ બાબતે જંગલ ખાતાના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે અને બચાવી લેવામાં આવેલી ચકલીઓને તેમને સોંપવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે કે તેમણે ઝેરી ખોરાક ખાઈ લીધો હશે. અહીં ચકલીઓને તેમના લાયક ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહેવાને કારણે અહીં પહેલાથી મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળે છે. અહીં તેમને અનુકૂળ વાતાવરણ પણ મળી રહે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર મોરબીમાં, ફિલ્મ ક્ષેત્રને અતિ સંઘર્ષમય ગણાવ્યું

મોરબીમાં ચાલી રહેલા જ્ઞાનોત્સવના આજે ત્રીજા અને અંતિમ દિવસે ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર ...

news

વિદેશી મહેમાનોને આકર્ષવામાં ગુજરાત સરકાર નિષ્ફળ, 300 કરોડના આંધણ બાદ 500 વિદેશીઓ પધાર્યા

કાઇટ ફેસ્ટિવલ,રણોત્સવ અને નવરાત્રી મહોત્સવ પાછળ કરોડોનો ધુમાડો કર્યાં છતાંયે માત્ર ...

news

Photos - ભાજપ સરકારમાં શીત યુદ્ધ: કાઇટ ફેસ્ટિવલમાં નિતીન પટેલની સૂચક ગેરહાજરી

ચૂંટણી બાદ ખાતાની વહેંચણીથી નારાજ થઇ ભાજપ હાઇકમાન્ડ સામે માથુ ઉંચકીને વટ સાથે નાણુ ખાતુ ...

news

દિલ્હીમાં મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર નિષ્ફળ. એક શંકાસ્પદની ધરપકડ 2 ફરાર

સુરક્ષા એજંસીઓની સતર્કતાથી ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં હુમલો કરવાનુ ષડયંત્ર નિષ્ફળ થયુ. ...

Widgets Magazine