ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ પદભાર સંભાળ્યો

paresh dhanani
Last Modified સોમવાર, 22 જાન્યુઆરી 2018 (13:17 IST)

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ પદભાર સંભાળ્યો છે. સ્વર્ણિમ સંકુલ-2માં આવેલી વિધાનસભાના વિપક્ષના નેતાની ઓફિસમાં તેઓએ પોતાનો પદભાર સંભાળ્યો છે. પરેશ ધાનાણીએ પદભાર સંભાળતા પહેલા પોતાની ઓફિસમાં પૂજા અર્ચના સાથે ધાર્મિકવિધિ સંપન્ન્ કરી હતી.પરેશ ધાનાણી અમરેલીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા છે અને દિલ્હીથી કોંગ્રેસ હાઈ કમાન્ડે પરેશ ધાનાણીની વિપક્ષના નેતા તરીકે પસંદગી ઉતારી છે. જે બાદ તેઓએ આજે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે.

આ પ્રસંગે પાર્ટીના નેતાઓ અને મિત્રોએ તેમને શુભકાના પાઠવી હતી. પરેશ ધાનાણીને શુભકામના આપવા માટે કુંવરજી બાવળિયા પણ પહોંચ્યા હતા.અને પોતે નારાજ હોવાની વાતનને નકારી દીધી હતી. વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પસંદગી પામેલા પરેશ ધાનાણી આજે સચિવાલય ખાતેને વિપક્ષના નેતાની ઓફિસમાં પદભાર સંભાળવાના છે. જો કે તેઓએ પદભાર સંભાળે તે પહેલા તેમની ઓફિસમાં જ ધાર્મિક વિધિમાં સામેલ થયા. આજે યોજાનારી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. વિધાનસભામાં સરકારને ઘેરવાની રણનીતિ પર પણ ચર્ચા થવાની છે. વિધાનસભાની ચુંટણીઓનાં પરીણામ આવ્યાને એક મહિના બાદ આજે ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પણ યોજાવવાની છે. જેમાં વિપક્ષના નેતા તરીકે પરેશા ધાનાણીની વિધિવત રીતે પસંદગી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. વિધાનસભામાં સરકારને ઘેરવાની રણનીતિ પર પણ ચર્ચા થવાની છે.


આ પણ વાંચો :