સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો તીવ્ર ચમકારો

શનિવાર, 27 જાન્યુઆરી 2018 (12:44 IST)

Widgets Magazine


ઉત્તર-પૂર્વન હિમભર્યા પવનોનોએ ફરીથી ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે અને સહિત સમગ્ર રાજ્યમાં શિયાળાની કાતિલ ઠંડીનો અનુભવ કરાવ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો તીવ્ર ચમકારો ફેલાયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છમાં નલિયામાં ૭૪ સે.ગ્રે. ડિગ્રી અને ગાંધીનગરમાં ૮.૨ તથા અમદાવાદમાં ૯.૮ સે.ગ્રે. ડિગ્રી ઠંડી નોંધાઇ છે.

હવામાનખાતાની આગાહી જણાવે છે કે આગામી બે દિવસ દરમ્યાન ઠંડીના પ્રમાણમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. રાજ્યમાં બે દિવસથી ઠંડીએ જમાવટ કરી છે. સુસવાટાભર્યા ઠંડા પવનોએ વાતાવારણને ઠંડુગાર બનાવી દીધું છે અને કાતિલ ઠંડીથી બચવા માટે લોકોએ ફરીથી ગરમ શાલ, ધાબળા, સ્વેટર, જાકીટ અને ટોપીઓ પહેરવાની ફરજ પડી છે. મોડી રાતે અને વહેલી સવારે ફૂંકાતા ઠંડા પવનોએ શિયાળાની મોસમનો અહેસાસ કરાવ્યો છે. આજે અમદાવાદ શહેરમાં દિવસ દરમ્યાન ૨૭.૯ સે.ગ્રે. ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિવસભર કલાકના આઠ થી દસ કિ.મિ.ની ઝડપે ઠંડો પવનો ફૂંકાયો હતો. ગઇરાતે ઠંડીનું પ્રમાણ ૯.૮ સે.ગ્રે. ડિગ્રી નોંઘાયું હતું. જે સામાન્ય રીતે હોવું જોઇએ તેના કરતાં અઢી ડિગ્રી નીચું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૬૮ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૨૨ ટકા નોંધાયું હતું. આજે રાતે ઠંડીનું પ્રમાણ ૧૧ ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે. 

શહેર ડિગ્રી નલિયા ૭.૪ ગાંધીનગર ૮.૨ વલસાડ ૯.૧ ડીસા ૯.૭ અમદાવાદ ૯.૮ કંડલા ૧૦.૫ વડોદરા ૧૦.૬ મહુવા ૧૧.૧ વિદ્યાનગર ૧૨.૨ ભાવનગર ૧૨.૪ રાજકોટ ૧૨.૫ સુરેન્દ્રનગર ૧૨.૮ અમરેલી ૧૩.૦ ઇડર ૧૩.૨ ભુજ ૧૩.૮ પોરબંદર ૧૪.૪ સુરત ૧૪.૪Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઠંડીનો તીવ્ર ચમકારો ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી પ્રધાનમંત્રી વિધાનસભા ચૂંટણી સૌરાષ્ટ્ર-કચ્છ Gujarati Samachar Saurashtra Cold Gujarati News Gujrati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati News Of India In Gujarati Latest National News In Gujarati Latest India News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પદ્માવત વિરોધ: ઉત્તર ગુજરાતમાં એસટી સેવાઓ બંધ, મુસાફરોને હાલાકી

પદ્માવત ફિલ્મના વિરોધમાં આજે ગુજરાતમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, ...

news

કાલુપુર રેલવે સ્ટેશન પર 5 રૂપિયામાં મળશે સેનિટરી નેપકિન

વેરસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવીઝન દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનના મહિલાઓના વેઈટિંગ રુમમાં ...

news

Photos - ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ, એકલ દોકલ બનાવો વચ્ચે સંપૂર્ણ શાંતિમય વાતાવરણ

સંજય લીલા ભણસાલી અને વાયાકોમ 18 મોશનની પદ્માવત આજે દેશમાં રીલિઝ થઈ છે. ફિલ્મ રીલિઝને પગલે ...

news

પદ્માવત રિલીઝ - ગુજરાત-MP સહિત પાંચ રાજ્યોમાં નહી જોવા મળે ફિલ્મ, ગુડગાવમાં શાળા બંધ

સુરક્ષા કારણોસર સિનેમા અને મલ્ટીપ્લેક્સ માલિકોએ ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રજુ ન કરવાનો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine