ભાજપના બે ધારાસભ્યોના રાજકીય ભાવિ સામે પ્રશ્નાર્થ, મર્યાદા કરતાં વધુ ચૂંટણી ખર્ચો કર્યો

બુધવાર, 31 જાન્યુઆરી 2018 (12:28 IST)

Widgets Magazine

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંડ-માંડ ૯૯ બેઠક જીતનારી સરકારને માથે વધુ એક રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. ભાજપના બે ધારાસભ્યોએ ચૂંટણી પંચના નિયમોની ઐસી-તૈસી કરીને નિર્ધારિત રૃ. ૨૮ લાખ કરતા વધુ ચૂંટણી ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. હવે ચૂંટણીપંચના નિયમ અનુસાર આ બંને ધારાસભ્યો સામે પીટિશન દાખલ કરવામાં આવે અને તેમણે વધુ ચૂંટણી ખર્ચ કર્યાનું પુરવાર થાય તો ભાજપની બેઠક ઘટીને ૯૭ થઇ શકે છે.

આટલું જ નહીં આ બંને ધારાસભ્ય આગામી ત્રણ વર્ષ કોઇપણ ચૂંટણી લડવા પણ ગેરમાન્ય ઠરશે. ભાજપના બે ધારાસભ્યો હિંમતનગર બેઠકમાંથી રાજેન્દ્રસિંહ ચાવડાએ રૃ. ૩૩.૭૮ લાખ અને સંતરામપુર બેઠકમાંમાંથી કુબેર દિનોદરે રૃ. ૨૮. ૯૫ લાખ એમ નિર્ધારીત મર્યાદા કરતા વધુનો ચૂંટણી ખર્ચ કર્યો છે. દિલ્હીમાં તાજેતરમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 'ઓફિસ ઓફ પ્રોફિટ' ને મામલે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. હવે ચૂંટણી ખર્ચને મામલે ગુજરાતમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થાય તેમ રાજકીય નિષ્ણાતોનું માનવું છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણીના પરિણામ જાહેર થયાના ૩૦ દિવસમાં પ્રત્યેક ધારાસભ્યે પોતાના ચૂંટણીખર્ચની વિગત દર્શાવવી પડે છે. ગુજરાતના ધારાસભ્યો માટે આ ડેડલાઇન ૧૭ જાન્યુઆરીની હતી. ચૂંટણીપંચ દ્વારા કુલ રૃ. ૨૮ લાખની ચૂંટણીખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. નિયમ અનુસાર કોઇપણ ધારાસભ્યને નિર્ધારીત મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચની મંજૂરી નથી. પરંતુ કોઇ ધારાસભ્ય મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચ કરે તો તેને લોકપ્રતિનિધિત્વ ધારાના ૧૨૩(૬) હેઠળ ભ્રષ્ટ નીતિ ગણવામાં આવે છે. આ ધારાસભ્યો સામે પીટિશન દાખલ કરી શકાય છે. હવે આ ધારાસભ્યોએ મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચ કર્યાનું પુરવાર થાય તો તેની સામે પીટિશન દાખલ કરી શકાય છે. લોકપ્રતિનિધિત્વની કલમ ૧૦ એ હેઠળ આ ધારાસભ્ય ગેરમાન્ય ઠેરી શકે છે. ભાજપે આમપણ કટોકટ વિજય મેળવ્યો છે ત્યારે આ બંને ધારાસભ્યો ગેરમાન્ય ઠરશે તો કેવી સ્થિતિ સર્જાશે તે ચર્ચાઇ રહ્યું છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

The Burning Bridge- અમદાવાદના સાબરમતી બ્રિજ પર ભીષણ આગ, રેલવે વ્યવહાર ખોરવાયો

સાબરમતી રેલવે બ્રિજ પરથી પસાર થતા અન્ય કંપનીઓના કેબલમાં મંગળવારે સાંજે 6.30 વાગ્યે અચાનક ...

news

બેટી પઢાઓ બેટી બચાવોના માત્ર નારા, વડોદરાની ૧૦,૦૦૦ દીકરીઓની ફી હજુ સુધી સરકારે ભરી નથી

'બેટી બચાવો બેટી પઢાઓ'ના નારાઓથી રાજ્યભરમાં ગરીબ પરિવારની દીકરીઓને એક તબક્કે એવી આશા જાગી ...

news

ગોધરાકાંડના આરોપીને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો

16 વર્ષ જૂના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં વોન્ટેડ આરોપીને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો છે. ...

news

બનાસકાંઠામાં પાકિસ્તાનનું વોટ્સએપ ગૃપ ક્રિએટ, જિલ્લાની આંતર રાષ્ટ્રીય સરહદેથી મળ્યું બાઝ પક્ષી

દેશની કાશ્મીર સરહદ ઉપર નાપાક પાકિસ્તાન દ્વારા અવાર-નવાર સીમા કરારનો ભંગ કરી બોમ્બમારો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine